For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકાયુક્ત બિલ: મોદી અને રાજ્યપાલ વચ્ચે ફરી એકવાર સામને-સામને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ વચ્ચે ફરી એકવાર રસાકસી જામી છે. લોકાયુક્ત બિલની નિયુક્તિને લઇને આ બંને વચ્ચે ફરી એકવાર મતભેદ સામે આવ્યો છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે મડાગાંઠ સર્જતા રાજ્યપાલ કમલા બેનીવાલે સોમવારે આ વર્ષે એપ્રિલમાં વિધાનસભા દ્વારા પાસ ગુજરાત લોકાયુક્ત બિલ 2013ને પરત કરી દિધું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને નાણામંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે રાજ્યપાલે ગુજરાત લોકાયુક્ત બિલ 2013ને પોતાની મંજૂરી આપી નથી. આ ખરડાને આ વર્ષે એપ્રિલમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે લોકાયુક્ત બિલને સમીક્ષા માટે સરકાર પાસે મોકલ્યું હતું. જો કે નિતિન પટેલે એ જણાવ્યું ન હતું કે રાજ્યપાલે કયા આધારે લોકાયુક્ત બિલને સરકાર પાસે મોકલી દિધું છે.

kamala-beniwal-modi

આ બિલમાં રાજ્યના મુખ્યમંત્રીને લોકાયુક્તની નિમણૂંકનો અધિકાર આપવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે રાજ્યપાલે લોકયુક્તની નિમણૂંકના બધા જ અધિકાર મુખ્યમંત્રીને આપવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

કમલા બેનિવાલે લખ્યું હતું કે નવા લોકાયુક્ત બિલમાં લોકાયુક્તની નિમણૂંક કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર રાખવામાં આવ્યો છે. આમ તો સરકાર વિરૂદ્ધ ભષ્ટ્રાચારની તટસ્થ તપાસ થવી શક્ય બની ન શકે. સાથે જ નવા લોકાયુક્ત બિલમાં ચીફ જસ્ટિસની ભૂમિકાને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવી છે, જે ચીફ જસ્ટીસના બધા અધિકારોને ખતમ કરી દે છે.

નવા લોકાયુક્તને બનાવવા માટે વિપક્ષના નેતા, કેબિનેટ મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને કાયદા મંત્રી લોકાયુક્તના નામની પસંદગી કરશે. આવી સ્થિતીમાં અંતે એ જ નામ આવશે જે સરકાર ઇચ્છશે, જે એ તટસ્થ લોકાયુક્ત લાવવા માટે યોગ્ય નથી.

English summary
Governor Dr Kamla Beniwal has returned the Gujarat Lokayukta Commission Bill 2013 to the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X