માયા પર નરમ બની મોદી સરકાર, ફાંસીની અરજી પર લગાવી રોક

maya kodnani
અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર પર રમખાણોના દોષીઓને બચાવવાના આરોપ લાગી રહ્યા છે. મોદી સરકારે નરોડા પાટિયા રમખાણોમાં દોષી અને મોદીની નજીકના પૂર્વ મંત્રી માયા કોડનાનીને ફાંસીની સજાની મંજૂરી પર રોક લગાવી દીધી છે.

જોકે પહેલા રાજ્ય સરકારે દોષીઓને ફાંસીની સજા આપવાની અરજીને મંજૂરી આપી દીધી હતી. કહેવાય છે કે પીએમ પદ માટે મોદીની દાવેદારીના એલાન બાદ જો ફાંસીને મંજૂરી આપવામાં આવતી તો આનાથી પાર્ટીની અંદર ખોટો સંદેશ જતો. એજ કારણ છે કે રાજ્ય સરકાર પોતાના નિર્ણયથી ફરી ગઇ છે.

ખાસ કોર્ટે માયા કોડનાનીને 28 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે બીએચપીના નેતા બાબુ બજરંગીને જનમટીપની સજા મળી હતી. કોર્ટના નિર્ણય બાદ એસઆઇટીએ દોષીઓએ ફાંસીની સજા અપાવવા માટે રાજ્ય સરકાર પાસે અરજી આપી હતી. એકવાર રાજ્ય સરકારે એસઆઇટીની અરજી મંજૂર કરી લીધી હતી. પરંતુ બાદમાં મોદી સરકારે ફાંસીની અરજી પર અસ્થાઇ રીતે પ્રતિબંધ લગાવી દીધો અને જણાવ્યું કે એસઆઇટીની અરજીને મંજૂરી મળી શકે નહીં.

ગુજરાતના કાનૂન મંત્રાલય તરફથી સરકારના મુખ્ય વકિલને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે નરોડા પાટિયા રમખાણમાં માયા કોડનાનીને ફાંસીની સજા સાથે જોડાયેલ એસઆઇટીની અરજીને મંજૂરી આપી શકાય નહી.

મોદી સરકારએ આ નિર્ણય એડવોકેટ જનરલની સલાહ પર લીધો છે. સરકારી વકિલ પ્રશાંત દેસાઇએ આ અંગે જણાવ્યું કે સરકારે જે નિર્ણય આપ્યો છે તે એડવોકેટ જનરલ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આપ્યો છે. કોર્ટે માયા કોડનાની પહેલા જનમટીપની સજા ફટકારી હતી, પરંતુ પબ્લિક પ્રોસિક્યૂટરે આ સજાને વધારી ફાંસી કરવામાં આવે, પરંતુ એડવોકેટ જનરલે વિચાર કરીને તેને રદિયો આપી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X