For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે

લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન વચ્ચે ગુજરાતના સુરતમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે સુરતમાં લાખોની સંખ્યામાં બીજા રાજ્યોના લોકો રહે છે. એવામાં નવસારીથી સાંસદ સીઆર પાટિલની ઑફિસથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જે લોકો પોતપોતાના ગામડે જવા માંગે છે તે લોકો વાહનની વ્યવસ્થા કરી પોતપોતાના ગામડે જઈ શકે છે.

gujarat
Photo Credit:

આ મેસેજ વાયરલ થયા બાદ સાંસદની ઑિસમાં ફોર્મ લેવા માટે લોકોની ભીડ જમા થવા લાગી હતી. આ વિશે સાંસદ સીઆર પાટીલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની સૂચના પર આ ફેસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીની મંજૂરી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાણકારીમાં આ ફેસલો લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે લૉકડાઉનમાં ફસાયેલા સુરતના મજૂર પહેલે જ ગામડે જવા માટે હંગામો કરી ચૂક્યા છે. અગાઉ બે વાર તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વારંવાર ગામડે મોકલવા માટે સરકાર સમક્ષ વિનંતી પણ કરી ચૂક્યા છે.

સુરતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા રાજ્યના લાખો લોકો રહે છે. લૉકડાઉનને પગલે તેમની સામે રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, એવામાં સાંસદ સીઆર પાટીલની પહેલથી આ સરકારી ફેસલો મજૂરો માટે રાહતભર્યો સાબિત થશે.

આ કારણે જ લોકો પણ આ ફેસલાના વખાણ કરી રહ્યા છે. મજૂરોની ઉમ્મીદ જાગી છે કે તેઓ હવે પોતપોતાના ગામડે જઈ શકશે. જો કે કોરોના અને લૉકડાઉનને લઈ સ્થિતિ ક્યાર સુધીમાં સામાન્ય થઈ જશે તે અંગે હજી કંઈ સ્પષ્ટ થયું નથી. જ્યારે લૉકડાઉનમાં ફસાયેલા માત્ર સુરતના લોકોને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકામાં પણ અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોની યાદી તૈયાર કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે સરકાર આવા મજૂરોને પણ પોતપોતાના વતન પરત મોકલી આપશે.

જણાવી દઈએ કે સરકારે શનિવારે એસટી બસના ડ્રાયવરોને સ્ટેન્ડ બાય રહેવા કહી દેવામાં આવ્યું હતું, ત્યારે સેંકડો એસટી બસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, ત્યારે એસટીના માધ્યમથી આ લોકોને ઘરે પહોંચાડવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

શું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલોશું કોમામા ચાલ્યા ગયા છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન? ઉઠી રહ્યા છે સવાલો

English summary
gujarat govt permission surat stranded people in lockdown can go their home in other state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X