For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું

ગુજરાતના મોટાભાગના ભાગોમાં ખેડૂતોના ખેતરોને પાણી મળી રહ્યું નથી. નર્મદાનું પાણી પણ સરકાર રેલ-નીર કંપનીને આપવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મોટાભાગના ભાગોમાં ખેડૂતોના ખેતરોને પાણી મળી રહ્યું નથી. નર્મદાનું પાણી પણ સરકાર રેલ-નીર કંપનીને આપવા લાગી છે. આ કારણે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસીમાં, સરકાર દરરોજ નર્મદાનું 7 કરોડ લિટર પાણી આપે છે. આ ઉપરાંત રેલ-નીર કંપનીને પણ દરરોજ 3.50 કરોડ લિટર પાણી મોકલવામાં આવે છે. તો બીજી બાજુ પાકમાં પાણી પુરવઠાના અભાવને લીધે ખેડૂતો બેહાલ છે.

દરરોજ એક લાખ બોટલ પાણી બનાવી સ્ટેશનો પર સપ્લાઈ કરી રહેલી રેલ-નીર સાણંદના પ્રોજેક્ટમાં, રેલવે મંત્રાલયની કંપની રેલ-નીર દરરોજ એક લાખ બોટલ પાણી બનાવે છે, જે રાજ્યના 20 રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરાવે છે. સરકારે નર્મદા નહેરમાંથી રેલ-નીરને પાણી આપવાનું શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ દરરોજ એક લાખ લિટર પાણીનો ઉપયોગ થાય છે. નર્મદા ઓથોરિટીએ દર વર્ષે 3.50 કરોડ લિટર પાણી આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

લોકો પાસે પીવાનું પાણી નથી અને સરકાર કંપનીઓમાં મોકલી રહી છે

લોકો પાસે પીવાનું પાણી નથી અને સરકાર કંપનીઓમાં મોકલી રહી છે

સાણંદ વિસ્તારના ખેડૂત નાયક સાગર દેસાઈ કહે છે કે સાણંદ પાસે પીવાનું પાણી નથી, છતાં સરકારે રેલ-નિર કંપનીને પાણી આપ્યું છે. અમારા ખેડૂતો પાસે ખેતરોમાં પાણી નથી. લોકોને પીવાનું પાણી મળતું નથી. સરકારે ઉનાળાના મોસમમાં કંપનીઓને પાણી આપવાનું બંધ કરવું જોઈએ. નર્મદા ઓથોરિટીના અધિકારીનું કહેવું છે કે રેલ-નીર બોટલ ગુજરાતના 20 રેલવે સ્ટેશન પર મોકલવામાં આવે છે. જો કંપનીને પાણી આપવાનો ઇનકાર કરીએ તો રેલવે સ્ટેશનો પર પાણી મળશે નહીં. રેલ-નીર સિવાય રેલવે મંત્રાલયે બિસ્લરી પાણીની બધી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સ્ટેશનોને પાણીની બોટલ વહેંચવામાં આવી રહી છે

આ સ્ટેશનોને પાણીની બોટલ વહેંચવામાં આવી રહી છે

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અમદાવાદ નજીક સાણંદ ખાતે રેલ-નીર પ્લાન્ટથી આ સ્ટેશનોને પાણીની બોટલ વહેંચવામાં આવી રહી છે જેમાં અમદાવાદ, પાલનપુર, વિરમગામ, ગાંધીનગર, મણીનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આનંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, આબુ રોડ, ઉદયપુર શહેર સામેલ છે.

ટ્રેન બે કલાકથી વધુ લેટ થઇ જાય તો, બોટલો ફ્રીમાં વહેંચાઈ છે

ટ્રેન બે કલાકથી વધુ લેટ થઇ જાય તો, બોટલો ફ્રીમાં વહેંચાઈ છે

રેન-નીર પ્રોજેક્ટ ગુજરાતમાં 20 રેલવે સ્ટેશનો અને રાજસ્થાનમાં બે રેલવે સ્ટેશન પર પાણી પહોંચાડે છે. તમામ રેલવે સ્ટોર્સમાં, હવે રેલ-નીરની બોટલો રાખવાનું ફરજિયાત છે. જો કોઈ દુકાન અન્ય બ્રાન્ડનું પાણી વેચે છે, તો તેની પર કાર્યવાહી કરવામાં આવે છે. આ કારણોસર મુસાફરો રેલ્વે સ્ટેશનથી બીજી બ્રાન્ડનું પાણી ખરીદી શકશે નહીં. સાણંદમાં આઇઆરસીટીસી વતી એક નવો પાણી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જો ટ્રેન બે કલાકથી વધુ લેટ થાય, તો રેલવે મંત્રાલય પાણીની બોટલ ફ્રીમાં આપે છે. બોટલબંધ પાણી અને ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવે છે.

English summary
Water crisis : gujarat govt provides 3.50 liter water to Rail-neer company everyday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X