For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની ઉપસ્થિતિમાં થયા ૧ર એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જાન્યુઆરી: મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત૨૦૧૩ના ભાગરૂપે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના આયોજન હેઠળ યોજાયેલા પરિસંવાદ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૧ર એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ડી.એમ.સી. પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ધોલેરા માટે રૂા.૧૦,૭૦૦ ફાર્મા પાર્ક માટે રૂા.૬પ૦ કરોડ, એવિયેશન માટે રૂા.પ૦૦ કરોડ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે રૂા.ર૯૪ કરોડ મળી કુલ૧ર પ્રોજેક્ટના એમ.ઓ.યુ. પર સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ હસ્તાક્ષર કરી ગુજરાતમાં થઇ રહેલા નોંધપાત્ર અને બહુઆયામી વિકાસમાં તેમની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

ડેવલપીંગ ઇન્ટીગ્રેટેડ સ્માર્ટ એન્ડ સસટેર્નેબલ સીટીઝ થીમ પર રાજ્ય મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ સહિત જાપાનની ભારત ખાતેના પૂર્વ ઉચ્ચાયુક્ત યશુકૂની ઇનોકી, દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અભિતાભ કાન્ત સહિત ગણમાન્ય તજજ્ઞોએ સ્માર્ટ એન્ડ સસટેર્નેબલ ગ્લોબલ સીટીઝની વિભાવના અને સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન્સ અને ડી.એમ.આઇ.સી ઉપર વિશેષ ફોકસીંગ કર્યું હતું.

modi
વધતા જતા શહેરીકરણ, પ્રદૂષણ, અનારોગ્ય અને સેનીટેશનલના પ્રશ્નો વચ્ચે ઇન્ટેગ્રેટેડ, સ્માર્ટ અને સસટેનેબલ સીટીઝ આજના સમયની જરૂરિયાત છે તેમ જણાવી મહેસૂલમંત્રી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે ધોલેરા જેવા સફળ પ્રોજેક્ટો દ્વારા સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટીઝના થીમને વિસ્તૃત બનાવવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ભારત ખાતેના જાપાનના પૂર્વ ઉચ્ચાયુક્ત યાશુકુની ઇનોકીએ જણાવ્યું હતું કે, છેલ્લા પ વર્ષમાં ગુજરાતમાં વિકાસનું શ્રેષ્ઠ પર્યાવરણ નિર્માણ થયું છે. જેના કારણે ગુજરાત જાપાન માટે ફેવરીટ રાજ્ય છે. ગુજરાતમાં માર્ટી સુઝુકી, હીટાચી જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના ઉદ્યોગો સ્થાપ્યા છે.

દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન ચીફ એકિઝક્યુટીવ ઓફિસર અભિતાભ કાન્તે જણાવ્યું હતું કે, ટેકનોલોજીથી મહત્તમ વિનિયોગ થકી શિક્ષણ, આરોગ્ય, પાણી, પ્રદૂષણ નિવારણ બાબતોનું સુગ્રથન થઇ જઇ શકે છે.

સેમિનારનું સ્વાગત પ્રવચન આપતા ગુજરાત ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને મુખ્યમંત્રીના સેક્રેટરી એ.કે.શર્માએ કર્યું હતું.

સેમિનારમાં જીસ્કોના પ્રેસીડેન્ટ અનિલ મેમન, ગ્લોબલ પ્રેકટીસ ડાયરેક્ટર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ હાલ્કોના જ્હોન એક્રોડ, મીસીબીસી હેવી ઇન્ડસ્ટ્રીઝ લી.ના ટાકેટો નીશીઝાવા, કેપીટલ પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરના એક્ઝીકયુટીવ ડીરેક્ટર મનિષ અગ્રવાલ વગેરે તજજ્ઞ વક્તાઓએ સ્માર્ટ સીટીઝના વૈશ્વિક ચિંતન આયોજન, ક્રિયાન્વયન, પડકારો અને પ્રશ્નોથી શ્રોતાઓ અભિપ્રેરીત કર્યા હતા. યતિન્દ્ર શર્માએ આભારવિધી કરી હતી.

English summary
Gujarat govt. sign 12 MoU in presence of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X