For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારનું ગ્રામીણ વિસ્તારોનું 650 કરોડનું વીજળી બિલ માફ કરવાનું એલાન

ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વિજળીના બિલ માફ કરવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વિજળીના બિલ માફ કરવાનુ એલાન કર્યુ છે. ગુજરાતની ભાજપ સરકારે 650 કરોડ રૂપિયાના વિજળીના બિલ માફ કરવાનું એલાન મંગળવારે કર્યુ છે. આ નિર્ણય હેઠળ લગભગ 6 લાખ 22 હજાર ગ્રાહકોના બિલ માફ કરવામાં આવશે. આ બિલ માત્ર ગામમાં રહેતા લોકોના માફ થશે. શહેરી વિસ્તારમાં રહેનારાને આનો લાભ નહિ મળે.

vijay rupani-nitin patel

ગુજરાત સરકાર 6 લાખ 22 હજાર ગ્રાહકોના બિલ તો માફ કરશે જ સાથે જ બિલ ન ભરવાના કારણે કાપેલા કનેક્શન પણ ફરીથી શરૂ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. હાલમાં જ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ ખેડૂતોની દેવામાફીનું વચન આપ્યુ હતુ. વળી, ચૂંટણી જીત્યા બાદ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે મુખ્યમંત્રી પદ સંભાળવાના અમુક કલાકોની અંદર જ ખેડૂતોનું દેવુ માફ કરી દીધુ.

કોંગ્રેસ આ નિર્ણય બાદ પોતાને ખેડૂતોના હિતોનું ધ્યાન રાખનાર અને ભાજપને ખેડૂત વિરોધી ગણાવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે 2019ની ચૂંટણીને જોતા ભાજપ પર પણ ખેડૂતો અને નબળા લોકોના હકમાં પગલાં લેવા માટે દબાણ છે. ગુજરાત સરકારના પગલાને એ રીતે જોવામાં આવી રહ્યુ છે. જો કે આ રકમ ખેડૂતોની દેવામાફી જેટલી મોટી નથી. આમાં માત્ર ગ્રામીણ વિસ્તારોના વિજળ બિલ જ શામેલ છે.

આ પણ વાંચોઃ IIT રુડકીમાં MeToo: 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણના આરોપઆ પણ વાંચોઃ IIT રુડકીમાં MeToo: 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણના આરોપ

English summary
Gujarat govt waives off Rs 650 crore rural electricity bills
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X