For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

44 ટકા ઘટાડા સાથે ગુજરાત બીજુ સૌથી વધુ વરસાદની અછતગ્રસ્ત રાજ્ય

રાજ્યમાં સતત વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ વરસાદ પડતો નથી. જે કારણે ગુજરાત 44 ટકા વરસાદની અછત નોંધાઇ છે, જે મણિપુર બાદ બીજા સૌથી ખરાબ આંકડા છે. મણિયુરમાં 9 ઓગસ્ટ સુધી 57 ટકા વરસાદની અછત નોંધાઇ છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં સતત વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પરંતુ વરસાદ પડતો નથી. જે કારણે ગુજરાતમાં 44 ટકા વરસાદની અછત નોંધાઇ છે, જે મણિપુર બાદ બીજા સૌથી ખરાબ આંકડા છે. મણિપુરમાં 9 ઓગસ્ટ સુધી 57 ટકા વરસાદની અછત નોંધાઇ છે. સોમવારના રોજ દેશમાં મોસમી વરસાદની 5 ટકા અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

rain in gujarat

ગુજરાતમાં 1 જૂનથી 9 ઓગસ્ટ દરમિયાન 450.7 મીમીના સામાન્ય સ્તરની સામે 252.5 મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતના રાજ્યોમાં માત્ર ઓરિસ્સા 28 ટકા વરસાદની અછત સાથેનું બીજું રાજ્ય છે, જ્યારે તેનાથી વિપરીત મહારાષ્ટ્રમાં 10 ટકા અને ગોવામાં સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ નોંધાયો છે. GSDMA એ જાહેર કરેલા આંકડા અનુસાર ગુજરાતમાં ગત વર્ષે 9 ઓગસ્ટ સુધી 449.3 મીમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે આ આંકડો માત્ર 304.7 મીમી છે.

ગુજરાતના IMDના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 44 ટકા વરસાદની અછત નોંધાઇ છે. ગુજરાતમાં બે મહિનામાં માત્ર ત્રણ સારા વરસાદના ઝાપટા નોંધાયા છે. રાજ્યને જૂનમાં એક સ્પેલ મળ્યો અને જુલાઈમાં પરંપરાગત ચાર સ્પેલને બદલે માત્ર બે સ્પેલ જ જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં પણ અત્યાર સુધી કોઇ વરસાદ નોંધાયો નથી. આ અઠવાડિયે વરસાદ થાય તેવી કોઇ આશા નથી. 15 ઓગસ્ટ બાદ વરસાદ આવે તેવી શક્યતા છે. વરસાદની આગાહી પણ તે બાદ જ કરી શકાશે.

rain in gujarat

રાજ્યમાં ખેડૂતો વરસાદ ખેંચાવાને કારણે ભયભીત થઈ રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂત જણાવે હતું કે, તેમણે પોતાની જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે, પરંતુ પાકમાં નુકસાનની આશંકા છે, કારણ કે હજૂ સુધી માત્ર એક જ વરસાદ પડ્યો છે.

ખેડૂતોને વરસાદની સખત જરૂર છે, નહીં તો પાકને નુકસાન થશે. સ્થાનિક કૂવામાં પણ વધારે પાણી ન હોવાને કારણે પરિસ્થિતિ જલ્દીથી વિકટ બની શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ વરસાદના અભાવે પાકને થનારા નુકસાનનો ભય છે. જૂનાગઢના ખેડૂત જણાવે છે કે, જો આગામી સપ્તાહ સુધી વરસાદ નહીં થાય, તો પશુઓને ખવડાવવા પૂરતી મગફળી પણ નહીં મળે. જમીન સુકાઈ ગઈ છે અને મગફળીનો પાક સુકાઈ રહ્યો છે. આકાશમાં જોઇને વરસાદની કોઇ આશા દેખાતી નથી.

English summary
The state has continuous cloudy weather, but no rain. Due to which Gujarat has recorded a deficit of 44% rainfall, which is the second worst figure after Manipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X