• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત હાઇકોર્ટ: વધુ પત્ની માટે કુરાનનું ખોટું અર્થધટન ના કરો!

|

ગુરુવારે, ગુજરાત હાઇકોર્ટે એક કેસની ચુકાદાની સુનવણીમાં મુસ્લિમ લો અંગે એક મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું કે મુસ્લમાનો એક કરતા વધુ પત્નીઓ રાખવા માટે કરીને કુરાનનું અયોગ્ય અર્થધટન કરી રહ્યા છે. એટલું જ નહીં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ વધુમાં ઉમેર્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે દેશમાં આ અંગે એક જ કાનૂન હોવા જોઇએ. અને તેવા તમામ નિયમોને હટાવા જોઇએ જે સંવિધાનની ગરિમાની વિરુદ્ધ હોય.

જો કે તે વાત તો પાક્કી છે કે આવનારા સમયમાં તેમની આ ટકોરના કારણે જરૂરથી નવા વિવાદો ઊભા થશે. પણ ગુજરાત હાઇકોર્ટની આ ટકોર કેટલીક સારા પાસા પણ જણાવ્યા છે. જે સરાહનીય છે. મુસ્લિમ મહિલાઓ પાછલા કેટલાય સમયથી તેમના હકોની માંગણી માટે લડી રહી છે ત્યારે આવા ચુકાદા તેમની વિચારોને વધુ મજબૂત કરશે તે વાત નક્કી છે.

ત્યારે ગુજરાત હાઇકોર્ટના જજે કયા કેસમાં આ ઉપરોક્ત ટકોર કરી છે. શું છે આ આખો મામલો અને હાઇકોર્ટ કેમ મૌલવીઓને આ અંગે ચેતવ્યા છે. તે વિષે વધુ જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

કયા કેસમાં હાઇકોર્ટ કરી આ ટકોર

કયા કેસમાં હાઇકોર્ટ કરી આ ટકોર

ગુજરાત હાઇકોર્ટે આ ઉપરોક્ત ટકોર જફર અબ્બાસ મર્ચન્ટ નામના એક વ્યક્તિની વિરુદ્ધ તેની પત્નીએ કરેલી ફરિયાદના સંદર્ભમાં કહી હતી. ભાવનગરના સાજેદાબાનુએ તેના પતિ અબ્બાસની વિરુદ્ધ તેની જાણ બહાર અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

શું છે ફરિયાદ

શું છે ફરિયાદ

સાજેદાબાનુની ફરિયાદ મુજબ વર્ષ 1997 ડિસેમ્બરમાં તેણે અબ્બાસ જોડે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ અબ્બાસ અને તેના પરિવારે તેને દહેજ માટે શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હતો.બાળવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે કારણે તે ભાવનગર પરત ફર્યા હતા. ત્યારે તેમની જાણ બહાર તેમના પતિએ નરગિસબાનુ નામની મહિલા જોડે લગ્ન કર્યા હતા.

કોર્ટે બન્ને પક્ષના વકીલોએ શું કહ્યું

કોર્ટે બન્ને પક્ષના વકીલોએ શું કહ્યું

અબ્બાસના વકિલ મુસ્લિમ પર્સનલ લો હેઠળ તેને ચાર લગ્ન કરવાની છૂટ છે તે મુદ્દો મુકી તેને સજા ના થઇ શકે તેવી દલીલ રજૂ કરી હતી. તો સામે પક્ષે સાજેદાના વકીલે આઇપીસીની કલમ હેઠળ તમામ લોકોને સમાન નિયમ લાગુ પડે છે અને તેમાં કોઇ કોમ કે સમાજ માટે ભેદ લાગુ ના પડી શકે તેવી દલીલ રજૂ કરી હતી. વળી સાજેદાનો આરોપ છે કે તેને પર હત્યાચાર કરી તેને નીકાળવામાં આવી છે અને તેણે પોતાના શોહરને બીજા લગ્ન કરવાની પરવાનગી નથી આપી.

હાઇકોર્ડે શું ટકોર કરી

હાઇકોર્ડે શું ટકોર કરી

હાઇકોર્ટે કહ્યું કે કુરાનમાં બહુપત્નીત્વની છૂટ શરતી નિયમ મુજબ આપવામાં આવી છે. તેનો ઉપયોગ વ્યક્તિએ પોતાની કામેચ્છા માટે ના કરવો જોઇએ અને આમ થતું અટકવાની જવાબદારી મૌલવીને પણ છે. વધુમાં કોર્ટે કુરાનનું આ માટે ખોટી રીતે અર્થધટન કરવામાં આવ્યું છે તેવી પણ ટકોર કરી હતી. અને આ દ્વારા બહુપત્નીત્વના અપવાદને એક નિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વધુમાં કોર્ટે બધા માટે એક સમાન નિયમ બનાવીને પણ માંગ કરી છે.

English summary
The Gujarat High Court has said that the Quran was being misinterpreted by Muslim men to have more than one wife and the provision of polygamy was being misused by them for "selfish reasons". Justice J B Pardiwala made these observations while pronouncing the order related to section 494 of IPC, which deals with punishment for having more than one wife.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more