અલ્પેશ ઠાકોરને અયોગ્ય ઠેરવવા અંગેની કોંગ્રેસની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષે અપીલ કરી હતી કે અલ્પેશ ઠાકોરે પાર્ટીના બધા પદેથી રાજીનામુ આપી દીધુ છે તો તેમનુ ધારાસભ્ય પદ રદ કરવામાં આવે. કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષ દ્વારા કાર્યવાહી ન થતા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. હવે જ્યારે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી તો અલ્પેશ ઠાકોર 5 જુલાઈએ યોજાનાર રાજ્યસભા ચૂંટણીમાં મત આપી શકશે. આ પહેલા અલ્પેશ ઠાકોરે પણ ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યુ હતુ જેમાં તેમણે દાવો કર્યો હતો કે તે હજુ કોંગ્રેસમાં છે અને રાજીનામુ આપ્યુ નથી.

alpesh thakor

ન્યાયમૂર્તિ એસ આર બ્રહ્મભટ્ટ અને ન્યાયમૂર્તિ એ પી ઠાકરની એક ખંડપીઠે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પેન્ડીંગ મામલે હસ્તક્ષેપ ન કરવાનો નિર્ણય લીધા બાદ અરજી ફગાવી દીધી. વિધાનસભામાં વિપક્ષી પાર્ટીના મુખ્ય સચેતક અશ્વિન કોતવાલ દ્વારા અરજીમાં હાઈકોર્ટમાંથી ઠાકોર સામે કરાયેલ અયોગ્ય ઠેરવવા સંબંધિત અરજી પર જલ્દી નિર્ણય લેવા માટે અધ્યક્ષને નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો.

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે સોશિયલ મીડિયામાં જે રાજીનામુ વાયરલ થઈ રહ્યુ હતુ તેને અધિકૃત ન માની શકાય. હજુ આના પર કોંગ્રેસનું અધિકૃત નિવેદન પણ આવ્યુ નથી. તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરને નોટિસ આપી હતી. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવા વિશેની કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટે આ નોટિસ આપી હતી. અલ્પેશ ઠાકોરે એપ્રિલમાં કોંગ્રેસમાં બધા પદેથી પોતાનું રાજીનામુ આપ્યુ હતુ. અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામામાં લખ્યુ હતુ કે મારુ જીવન સમાજ સેવા સાથે જોડાયેલુ છે, હું રાજકારણમાં પોતાના સમાજ અને ગરીબોની વિચારધાર સાથે જોડાયેલો છુ, ગરીબોના ઘરમાં અજવાળુ કરવાનુ સપનુ મે જોયુ છે જેને પૂરુ કરવા માટે હંમેશના આત્મમંથન ચાલે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X