ગોધરાકાંડ પર ગુજરાત હાઇકોર્ટ આજે સંભળાવી શકે છે નિર્ણય

Posted By:
Subscribe to Oneindia News

2002માં ગુજરાતમાં ગોધરા ટ્રેનની એક બોગીને અને તેની અંદર બેઠેલા 59 લોકોને જીવતા સળગાવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલે એસઆઇટીની એક ખાસ અદાલતે 2011માં 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. એસઆઇટીના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની પર આજે સુનવણી પછી નિર્ણય સંભળાવાય તેવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002માં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બા એસ-6માં અચાનક જ આગ લગાવવામાં આવી હતી. આ આગમાં મોટા ભાગના લોકો બળી મર્યા હતા, તે અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદૂ કારસેવકો હતા. જે બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો શરૂ થયા હતા.

godhara train

અને બન્ને પક્ષે અનેક નિર્દોષ લોકો આ તોફાનોનો ભોગ બન્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે 2008માં આર કે રાધવનના નેતૃત્વમાં એસઆઇટીની ગઠન કર્યું હતું. એસઆઇટીની કાર્ટે 11 માર્ચ 2011ના રોજ આ મામલે નિર્ણય સંભળાવ્યો હતો. અને 11 લોકોને ફાંસી સમેત 20 લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. સાથે જ 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને જે 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ પણ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે સમયે હાઇકોર્ટનો આ નિર્ણય જાહેર થતા તેની અસર આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થવાની સંપૂર્ણ શક્યતા છે.

English summary
Gujarat High Court may deliver in Godhra train case on today. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.