ગુજરાતના ગૃહમંત્રીના કાકાનો પડોશીએ નાક પર ઘૂંસો મારીને લીધો જીવ, લિફ્ટ માટે થયો હતો વિવાદ
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકા મહેશ કાંતિલાલ સંઘવીનો એક વિવાદના કારણે જીવ જતો રહ્યો છે.
સુરતઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકા મહેશ કાંતિલાલ સંઘવીનો એક વિવાદના કારણે જીવ જતો રહ્યો છે. તેમને એક યુવકે ઘૂંસા માર્યા હતા જેના કારણે તેમનુ નાક તૂટી ગયુ હતુ અને વધુ લોહી વહેવાના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ. હોસ્પિટલ લઈ જવા પર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. વળી, કેસ મંત્રી સાથે સંબંધિત હોવાથી પોલિસે ત્વરિત કાર્યવાહી શરુ કરી દીધી. પોલિસે હત્યાના આરોપી યુવકને પકડી લીધો અને તેને જેલમાં મોકલી દીધો છે.
પોલિસ અનુસાર ઘટના સુરતના અડાજણ પાટિયા પેટ્રોલ પંપ પાસે રતન પાર્ક અપાર્ટમેન્ટ પાસે બની. જ્યાં રહેતા ગૃહ રાજ્યમંત્રીના કાકા 63 વર્ષીય મહેશ કાંતિલાલ સંઘવીનો અપાર્ટમેન્ટની લિફ્ટમાં જવા અંગે પડોશી સાથે ઝઘડો થયો હતો. કાંતિલાલ સંઘવી વૃદ્ધ હતા અને તેમના પર પડોશી વ્યક્તિએ ઘૂંસાથી વાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે નાક પર ઘૂંસો લાગવાથી કાંતિલાલભાઈને લોહી નીકળવા લાગ્યુ. તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. હુમલાખોર પડોશી 26 વર્ષનો જણાવવામાં આવી રહ્યો છે.
કાંતિલાલ સંઘવીના મોત બાદ તેમની દીકરી ફોરમ સંઘવીએ રાંદેર પોલિસ સ્ટેશનમાં આરોપી પડોશી બોની કમલેશ મહેતા સામે હત્યાનો કેસ નોંધાવ્યો. કાંતિલાલના શબનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે તેમના નાકમાંથી વધુ લોહી વહેવાના કારણે તેમનુ મોત થઈ ગયુ. આ ઘટના બાદ ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુઃખી છે અને તેમના પરિવારમાં શોક પ્રસરી ગયો છે.
મૃતકના પરિવારના જણાવ્યા મુજબ કાંતિલાલ પોતાની દીકરી ફોરમ સાથે ખરીદી કરવા માટે ગયા હતા અને સામાન લઈને ઘરે પાછા આવ્યા હતા. શનિવારની સાંજે સાડા 4 વાગે તેઓ ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 9માં માળે સ્થિત પોતાના ફ્લેટમાં જઈ રહ્યા હતા. ત્યારે લિફ્ટ 5માં માળે અટકી. જ્યાં 5માં માળે રહેતા એક યુવકે લિફ્ટ પહેલા નીચે જવાની વાત કરી. કાંતિલાલે તેને કહ્યુ કે મારી પાસે સામાન છે અને હું બહારથી આવ્યો છુ, થાકી ગયો છુ... પહેલા અમને ઘરે જવા દો પરંતુ યુવકે નીચે જવાનુ બટન દબાવી દીધુ..આનાથી ચર્ચા ઉગ્ર બની ગઈ અને ઝઘડો વધી ગયો. આરોપ છે કે યુવકે ત્યાં જ તેમના પર જાનલેવા હુમલો કર્યો.