For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Panchayat Election Results 2021 Live: ગુજરાત પંચાયતમાં મોટી જીત તરફ ભાજપ

ચૂંટણી પરિણામોની પળેપળની લાઈવ અપડેટ માટે જોતા રહો વન ઈન્ડિયા ગુજરાતી..

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયચની પેટા ચૂંટણી રવિવારે યોજવામાં આવી હતી. આજે મંગળવાર(2 માર્ચ) મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આજે કોનો પરચમ લહેરાશે તે જોવાનુ રહેશે. ઉલ્લેખનીય છે કે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. 2015ની 31 જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 22 જ્યારે ભાજપને 7માં જીત મળી હતી. ચૂંટણી પરિણામોની પળેપળની લાઈવ અપડેટ માટે જોતા રહો વન ઈન્ડિયા ગુજરાતી..

bjp

Newest First Oldest First
3:38 PM, 2 Mar

ભારતીય ટ્રાઈબલ પાર્ટી(BTP) પ્રમુખ છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવા પદ્માબેન વસાવાથી લગભગ 2000 વોટોથી ચૂંટણી હારી ગયા છે.
3:37 PM, 2 Mar

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ મેડમના દીકરા ચૂંટણી હારી ગયા છે.
3:37 PM, 2 Mar

કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોતવાલના દીકરા યશ કોતવાલ વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા સીટથી હારી ગયા છે. યશ પહેલા આ તાલુકા પંચાયતના અધ્યક્ષ હતા.
3:36 PM, 2 Mar

ગુજરાતના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલને પેટલાદ નગપાલિકાની બે સીટો(વૉર્ડ નંબર 3 અને 5)માં ભાજપ ઉમેદવારથી હાર મળી છે.
3:35 PM, 2 Mar

ગુજરાતના અમરેલીના ધારીમાં ભાડેલ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર બે વોટથી જીત મળી.
3:34 PM, 2 Mar

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારની એક મતથી જીત.
3:33 PM, 2 Mar

વલસાડ જિલ્લા પંચાયત પર ભાજપનો દબદબો છે. જિલ્લા પંચાયતની કુલ 38 સીટોમાંથી અત્યાર સુધી ભાજપને 18 સીટો પર જીત મળી ચૂકી છે.
2:47 PM, 2 Mar

ભાજપ 1395 સીટો પર અત્યાર સુધીમાં મળી જીત, કોંગ્રેસના ખાતામાં 365 સીટ અને અન્ય ઉમેદવારોને મળી 31 સીટ.
2:46 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીમાં 2720 નગરપાલિકાઓની 1791 સીટોના પરિણામ જાહેર કરાયા. બાકી સીટો પર મતગણતરી ચાલુ.
2:27 PM, 2 Mar

1620 સીટો જીતીને પહેલા નંબરે ભાજપ, કોંગ્રેસના ખાતામાં 368 સીટો અને અન્ય ઉમેદવારોને મળી 30 સીટો.
2:24 PM, 2 Mar

ગુજરાતમાં તાલુકા પંચાયતની કુલ 4774 સીટોમાંથી અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા 2018 સીટોના પરિણામ, મતગણતરી ચાલુ.
2:23 PM, 2 Mar

315 સીટો પર ભાજપે લહેરાવ્યો જીતનો પરચમ, કોંગ્રેસને 75 અને આમ આદમી પાર્ટીને મળી 13 સીટો.
2:22 PM, 2 Mar

ગુજરાતમાં જિલ્લા પંચાયતની કુલ 980માંથી અત્યાર સુધી જાહેર કર્યા 403 સીટોની ચૂંટણી પરિણામ.
2:21 PM, 2 Mar

ગુજરાતમાં જિલ્લા પંચાયતની કુલ 980માંથી અત્યાર સુધી જાહેર કર્યા 403 સીટોની ચૂંટણી પરિણામ.
1:54 PM, 2 Mar

ગુજરાતઃ 718 સીટો પર ભાજપ ઉમેદવારની જીત, કોંગ્રેસને 177 અને આમ આદમી પાર્ટીને મળી 18 સીટો.
1:51 PM, 2 Mar

ગુજરાતમાં તાલુકા પંચાયતની 4774 સીટોમાંથી અત્યાર સુધી જાહેર કર્યા 919 સીટોના પરિણામ.
1:42 PM, 2 Mar

ગુજરાતઃ 187 સીટો પર ભાજપ ઉમેદવાર જીત્યા, 65 પર કોંગ્રેસ અને 2 સીટો પર આપનો કબ્જો, 11 સીટો અપક્ષના ખાતામાં.
1:41 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીમાં જિલ્લા પરિષદની કુલ 980 સીટોમાંથી અત્યાર સુધી 265 સીટોના પરિણામ જાહેર કરવામાં આવ્યા.
1:40 PM, 2 Mar

672 સીટો પર ભાજપની જીત, કોંગ્રેસના ખાતામાં 203 અને આપને મળી 22 સીટ
1:39 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીમાં નગરપાલિકાની કુલ 2720 સીટોમાંથી અત્યાર સુધી 904 સીટોના ચૂંટણી પરિણામ જાહેર.
1:18 PM, 2 Mar

ધોળકા તાલુકા પંચાયતની બદરખા બેઠક પર ભાજપની જીત.
1:05 PM, 2 Mar

31 જિલ્લા પંચાયતમાંથી 28 સીટો પર ભાજપ ઉમેદવાર આગળ, કડક સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલુ.
1:04 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીઃ 81 નગરપાલિકામાંથી 60 પર ભાજપના ઉમેદવાર આગળ, 6 સીટો પર કોંગ્રેસ અને 1 પર અન્ય ઉમેદવાર આગળ.
1:03 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીઃ 231 તાલુકા પંચાયતોમાંથી 73 સીટો પર ભાજપ, 11 સીટો પર કોંગ્રેસ અને 3 સીટો પર અન્ય પક્ષોના ઉમેદવાર આગળ.
1:03 PM, 2 Mar

આમોદ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર જીત્યા.
1:01 PM, 2 Mar

સાંતલપુર તાલુકા પંચાયતની ગંજીસર સીટ અને બારડોલી નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં ભાજપમાં ભાજપની જીત, બાકી સીટો પર મતગણતરી ચાલુ.
1:01 PM, 2 Mar

ગુજરાત પંચાયત ચૂંટણીઃ જૂનાગઢમાં 158 સીટોમાંથી 9ના પરિણામ ઘોષિત,9 સીટોમાંથી 5 પર કોંગ્રેસનો કબ્જો, ભાજપ-આપના ખાતામાં 2-2 સીટ.
12:52 PM, 2 Mar

બાયડ ન.પા.ના વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલનો વિજય
12:48 PM, 2 Mar

વેરાવળ નહર પાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપની 15 અને કોંગ્રેસની 12 બેઠકો પર જીત
12:42 PM, 2 Mar

ઘોઘા તાલુકા પંચાયતની ઘોઘા-1 બેઠક પર બીજેપીનો વિજય
READ MORE

English summary
Gujarat Jilla Panchayat and Nagarpalika election result today Live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X