For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નવો કાયદો લાગુ, સરકારી કે ખેડૂતોની જમીન પચાવી તો 14 વર્ષની જેલ અને ભારે દંડ

ગુજરાત સરકારે જમીન પચાવી પાડવા બાબતે રાજ્યમાં એક નવો કાયદો લાગુ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Land Grabbing Prohibition Act 2020, ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદાનું નામ 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ' (ગુજરાત ભૂમિ અતિક્રમણ પ્રતિબંધિત અધિનિયમ 2020) છે. આ કાયદા હેઠળ ખેડૂતો અથવા નાગરિકોની જમીન પચાવી પાડનાર લોકોને 10 થી 14 વર્ષની કેદ અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ દરેક જિલ્લામાંં કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે દર 15 દિવસમાં એકવાર બેઠક કરશે. આ સમિતિ પીડિત પક્ષની ફરિયાદ મળ્યાના 21 દિવસની અંદર ભૂમિ અતિક્રમણ મામલે નિર્ણય લેશે. આ કાયદા હેઠળ 7 દિવસમાં એફઆઈઆર દાખલ કરવાની રહેશે. વળી, 30 દિવસમાં આરોપનામુ દાખલ કરવાનુ રહેશે. સરકારનુ કહેવુ છે કે આ કાયદાના પાલન માટે વિશેષ અદાલતો હશે જે 6 મહિનામાં આવા કેસો પર ચૂકાદો આપશે.

ભૂમિ પચાવી પાડનારાને કોઈ પણ કિંમતે નહિ છોડે

ભૂમિ પચાવી પાડનારાને કોઈ પણ કિંમતે નહિ છોડે

આ કાયદા વિશે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને મળ્યા અને જણાવ્યુ કે રાજ્યમાં સામાન્ય જનતાની અને ખાસ કરીને ગરીબો અને ખેડૂતોની ભૂમિને ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવાની ફરિયાદો વધી રહી હતી જેને ધ્યાનમાં રાખીને આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. અમે ભરોસો આપીએ છીએ કે અમારી સરકાર ગેરકાયદે રીતે ભૂમિ પચાવી પાડનારાને કોઈ પણ કિંમતે નહિ છોડે ભલે તે ગમે તેટલો મોટો દબંગ, વર્ચસ્વશાળી કે પ્રભાવશાળી કેમ ન હોય.

આકરી દંડાત્મક જોગવાઈઓ

આકરી દંડાત્મક જોગવાઈઓ

મુખ્યમંત્રીએ કહ્યુ કે આ કાયદો ભૂમાફિયાઓ માટે અને ગુનાહિત તત્વો માટે બહુ મોટો સબક સાબિત થશે. આ કાયદાનુ કડકપણે લાગુ કરવા અને આ હેઠળ આકરી દંડાત્મક જોગવાઈઓના કારણે હવે ખેડૂતો કે સામાન્ય જનતાની મૂલ્યવાન ભૂમિ પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કરી લેવાની ગંભીર ઘટનાઓ પર રોક લાગશે.

ભૂમાફિયાઓ વિરુદ્ધ આ કડક કાયદો ખુદ મુખ્યમંત્રીએ લાગુ કરાવ્યો

ભૂમાફિયાઓ વિરુદ્ધ આ કડક કાયદો ખુદ મુખ્યમંત્રીએ લાગુ કરાવ્યો

એક અધિકારીએ જણાવ્યુ કે, 'રાજ્યની સરકારી જમીનો, સામાન્ય ખેડૂતો, ખાનગી વ્યક્તિની માલિકીવાળી અને સાર્વજનિક ટ્રસ્ટ કે ધર્મ સ્થાનોની જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ આ કડક કાયદો ખુદ મુખ્યમંત્રીએ લાગુ કરાવ્યો છે. તેને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 (GLGPA 2020) કહેવામાં આવશે. આ કાયદોને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ગયા ઓક્ટોબરમાં મંજૂરી આપી દીધી હતી. ભૂમિ પર કબ્જો જમાવનાર પર તેની સરકારી જંત્રીની કિંમતના હિસાબે દંડ પણ વસૂલવામાં આવશે.'

'આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના વાયરસના સંક્રમણની ચેઈન''આગલા 6 મહિનામાં તૂટી શકે છે કોરોના વાયરસના સંક્રમણની ચેઈન'

English summary
Gujarat Land Grabbing Prohibition Act 2020 implemented in state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X