For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ લર્નિંગ લાયસન્સ હવે 150 રૂપિયામાં 6 મહિના માટે કરાવી શકાશે રિન્યુ

કોરોના મહામારી દરમિયાન લર્નિંગ લાયસન્સ મેળવવા માંગતા લોકો માટે ગુજરાત સરકાર પાસેથી ખુશખબરી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના મહામારી દરમિયાન લર્નિંગ લાયસન્સ મેળવવા માંગતા લોકો માટે ગુજરાત સરકાર પાસેથી ખુશખબરી છે. એવા લોકો જેમને હજુ લાયસન્સ નથી મળ્યુ અથવા એવા લોકો જેમને લર્નિંગ લાયસન્સ મળી ગયુ છે.. તે પણ આ સમાચાર વાંચો. હવે લર્નિંગ લાયસન્સ 150 રૂપિયામાં 6 મહિના માટે રિન્યુ કરાવી શકાશે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે કે જો લર્નિંગ લાયસન્સ રદ થઈ ગયુ હોય તો પણ અપડેટ કરી શકાશે. હવે લર્નિંગ લાયસન્સ ધારકો સમય પૂરો થઈ ગયા બાદ માત્ર 150 રૂપિયા ફી આપીને તેને વધુ 6 મહિના માટે રિન્યુ કરી શકશે. રિન્યુ કર્યા બાદ તેને આરટીઓ લઈ જઈને માન્ય લાયસન્સ પણ મેળવી શકાય છે.

licence

માહિતી મુજબ લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ સામાન્ય રીતે વ્યક્તિને પોતાનુ વાહન લઈ જવુ પડે છે અને આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ 1 મહિના બાદ અને છ મહિનાની અંદર કરવાની હોય છે. જો છ મહિનાનો સમય પૂરો થઈ જાય અને લર્નિંગ લાયસન્સ ધારક આરટીઓમાં પોતાના વાહનને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ન લઈ જાય તો તેનુ લાયસન્સ રદ કરી દેવામાં આવે છે. તેને આખી પ્રોસેસ ફરીથી કરવી પડે છે.

હવે લાયસન્સના રિન્યુના એક મહિના બાદ અને છ મહિના પહેલા તેને અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. મહત્વપૂર્ણ રીતે આરટીઓ કાર્યાલયને લૉકડાઉન દરમિયાન બંધ કરી દેવામાં આવ્યુ હતુ અને આ દરમિયાન ઘણા નાગરિકોના લર્નિંગ લાયસન્સ પૂરા થઈ ગયા હતા જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે રાજ્ય આરટીઓ કાર્યાલય ખુલી ગયુ છે. વિભાગે 150 રૂપિયાની ફી લઈને લાયસન્સની સીમા 6 મહિના માટે લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે. લર્નિંગ લાયસન્સ ધારકોની મુશ્કેલીનો જોતા હવે તેને રિન્યુ પણ કરી શકાશે.

MP: કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય રાહુલ લોઢી ભાજપમાં શામેલMP: કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય રાહુલ લોઢી ભાજપમાં શામેલ

English summary
Gujarat: Learning license holders renewal can be done for 6 months in Rs 150 now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X