Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણાની સાથે જ ભાજપે તૈયારી આરંભી દીધી છે. ભાજપે રવિવારે રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્રણ દિવસ સુધી ચાલતી આ પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગીને લઈ દાવેદારો માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 12 નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે.
પાર્ટી અધ્યક્ષ સી આર પાટિલ માટે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ સાબિત થશે. પાટિલના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી માટે કમર કસી લીધી છે. જણાવવામાં આવે છે કે આ વખતે યુવાઓ, શિક્ષિત અને સ્વચ્છ છબીના ઉમેદવારોને ટિકિટ આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
પાર્ટીએ ગત નવેમ્બર મહિનામાં 8 વિધાનસભા સીટ પર જીત નોંધાવી હતી. જો કે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને કોંગ્રેસથી જબરદસ્ત ટક્કર મળી હતી અને સૌરાષ્ટ્રમાં કેટલીય જગ્યાએ પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો.