Gujarat Lok Sabha Election Results 2024 LIVE in Gujarati: ભાજપ 23 બેઠકો જીત્યુ, કોંગ્રેસના ગેનીબેનનો વિજય

Gujarat Lok Sabha Election Results 2024 LIVE in Gujarati: ભારતમાં લોકસભા ચૂંટણીનુ મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ચૂંટણીના સાત તબક્કામાં આશરે 66 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. 4 જૂને દુનિયાની સૌથી મોટી લોકશાહીના પરિણામો જાહેર થશે. લગભગ તમામ એક્ઝીટ પોલમાં તેમજ પોલ ઑફ પોલ્સમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કબજો કરશે તેવુ અનુમાન છે.

ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. સુરતની બેઠક બિનહરીફ રહી હતી. ગુજરાતમાં ભાજપ હેટ્રિક મારશે તેવી સંભાવનાઓ એક્ઝીટ પોલના આંકડાઓમાં વ્યક્ત કરવામાં આવી છે. ચૂંટણી પરિણામોની પળેપળની વિગતો મેળવવા માટે ગુજરાતી વનઈન્ડિયાનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

gujarat lok sabha election result

Jun 04, 2024, 10:30 pm IST

અખિલેશ યાદવે કહ્યું કે, જનતાને સલામ, જનતાના અભિપ્રાયને સલામ! ઉત્તર પ્રદેશની જાગૃત જનતાએ ફરી એકવાર દેશને નવો રસ્તો બતાવ્યો છે અને નવી આશા જગાવી છે. આ બંધારણ લોકશાહી અને અનામતને બચાવવા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાની જીત છે.
Jun 04, 2024, 10:30 pm IST

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ પાર્ટી ચીફ અખિલેશ યાદવે જનમતને સલામ કરી. તેમણે સોશિયલ મીડિયા પર લોકોને શુભેચ્છા પાઠવી.
Jun 04, 2024, 9:44 pm IST

પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધતા ભાવુક થયા, કહ્યું કે આ પહેલી ચૂંટણી હતી જે મેં મારી માતા વિના લડી, પરંતુ મારા પર વિશ્વાસ કર્યો, હું જ્યાં પણ ગયો ત્યાં માતાઓ, બહેનો અને પુત્રીઓએ મને અપાર પ્રેમ અને આશીર્વાદ આપ્યા.
Jun 04, 2024, 8:17 pm IST

મોદીજીએ દેશના ગરીબો, મહિલાઓ, પછાત, વંચિતો અને યુવાનોના સપના સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં જે રીતે પ્રયાસો કર્યા છે તેના માટે NDAની આ જીત જનતાના આશીર્વાદ છે - અમિત શાહ
Jun 04, 2024, 8:16 pm IST

દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારના સભ્યોને નમન કરું છું - નરેન્દ્ર મોદી
Jun 04, 2024, 4:40 pm IST

Khambhat Lok Sabha Election Results 2024: ભાજપના ચિરાગ પટેલની જીત

ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલની 38328 મતથી જીત થઈ છે. ચિરાગ પટેલને 88457 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારને 50129 મત મળ્યા.
Jun 04, 2024, 3:57 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: ભાજપ પ્રદેશ પ્રમુખપાટિલે માન્યો આભાર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે જણાવ્યુ છે કે, લોકસભાના ઇલેક્શન આખી પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. નામી અનામી જે લોકો મદદ કરી તે મુદ્દે આભાર વ્યક્ત કરું છું. આજે 26 બેઠકોનું પરિણામ આવ્યું છે અગાઉ 2019 માં 26 માંથી 26 બેઠકો જીત મેળવી હતી. આ વખતે ફકત એક બેઠક ગુમાવી છે.
Jun 04, 2024, 3:35 pm IST

Bardoli Lok Sabha Election Results 2024: ભાજપના પ્રભુભાઈ વસાવા આગળ

બારડોલી બેઠક પર ભાજપના પ્રભુભાઈ વસાવા 231481 મતથી આગળ ચાલી રહ્યા છે.
Jun 04, 2024, 3:25 pm IST

Panchmahal Lok Sabha Election Results 2024: ભાજપના રાજપાલસિંહ યાદવ આગળ

પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલસિંહ યાદવ 505107 મતોથી આગળ ચાલી રહ્યા છે.
Jun 04, 2024, 3:13 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: સીએમ પટેલ કમલમ પહોંચ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા. થોડી વારમાં કરશે પ્રેસ કૉન્ફરન્સ.
Jun 04, 2024, 3:08 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: સીએમ પટેલ કમલમ પહોંચશે.

સીઆર પાટિલ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડી વારમાં કમલમ પહોંચશે. કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ.
Jun 04, 2024, 3:06 pm IST

Sabarkantha Lok Sabha Election Results 2024: ભાજપના શોભનાબેન બારૈયા આગળ

સાબરકાંઠા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયા 159533 મતથી આગળ
Jun 04, 2024, 2:58 pm IST

Banaskantha Lok Sabha Election Results 2024: ગેનીબેન ઠાકોર જીત્યા

બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 15 હજારથી વધુ મતોથી જીત્યા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.
Jun 04, 2024, 2:48 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: ખેડાથી દેવુસિંહ ચૌહાણની જીત

ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, આણંદ મિતેશ પટેલ, બારડોલીથી પ્રભુ વસાવા, વડોદરા બેઠક પરથી હેમાંગ જોશી જીત્યા.
Jun 04, 2024, 2:47 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાની જીત

સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાની જીત થઈ છે. તો કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાઓ જીત નોંધાવી છે.
Jun 04, 2024, 2:46 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: પૂનમબેન માડમની જીત

જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા, ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાનો પણ જીત નોંધાવી છે.
Jun 04, 2024, 2:13 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: ભાજપનો ચાર બેઠક પર વિજય

ગુજરાતમાં ભાજપનો ચાર બેઠક પર વિજય થયો છે. જેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પરથી પરુષોત્તમ રૂપાલા, ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણિયાનો વિજય થયો છે. જો કે રાજ્યમાં બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.
Jun 04, 2024, 1:57 pm IST

Ahmedabad West Lok Sabha Election Results 2024: ભાજપના દિનેશ મકવાણા જીત્યા

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો વિજય થયો છે. ગુજરાતમાં બે બેઠકો પર ભારે રસાકસી.
Jun 04, 2024, 1:55 pm IST

Porbandar Lok Sabha Election Results 2024: મનસુખ માંડવિયાની જીત

પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયાની જીત
Jun 04, 2024, 1:52 pm IST
હિમાચલ પ્રદેશ

Himachal Pradesh Lok Sabha Election Results 2024: કંગના જીતી

કંગના રનૌત 74 હજારથી વધુ મતોના માર્જિનથી જીતી છે, જ્યારે અનુરાગ ઠાકુર પણ હિમાચલ પ્રદેશની ગુના સીટ પરથી જીત્યા છે.
Jun 04, 2024, 1:42 pm IST

Junagadh Lok Sabha Election Results 2024: જૂનાગઢમાં ભાજપના રાજેશ ચૂડાસમાની જીત

જૂનાગઢમાં ભાજપના રાજેશ ચૂડાસમાની 1.34 લાખ મતોથી જીત.
Jun 04, 2024, 1:32 pm IST

Gujarat Lok Sabha Election Results 2024: બે બેઠક પર કાંટાની ટક્કર

બનાસકાંઠા અને પાટણ બેઠક પર કાંટાની ટક્કર ચાલી રહી છે. ગુજરાતમાં 25 બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે.
Jun 04, 2024, 1:30 pm IST

Diu-Daman Lok Sabha Election Results 2024: અપક્ષ ઉમેદવારની જીત

દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નક્કી થઇ ગઇ છે. અપક્ષ ઉમેદવારને 34 હજારથી વધારેના મત મળ્યા છે.
Jun 04, 2024, 1:28 pm IST

Rajkot Lok Sabha Election Results 2024: રાજકોટમાં પરેશ ધાનાણીએ હાર સ્વીકારી

રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીએ હાર સ્વીકારતા પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે 'આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હ્રદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારુ છું.'
Jun 04, 2024, 1:22 pm IST

Jamnagar Lok Sabha Election Results 2024: પૂનમબેન માડમ આગળ

જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ 181802 મતથી આગળ છે. પુનમબેન માડમને 481724 મત, જ્યારે કોંગ્રેસ નેતા જે.પી. મારવિયા 299922 મત.
Jun 04, 2024, 1:03 pm IST

15 રાઉન્ડના અંતે છોટાઉદેપુર લોકસભા સીટ પર ભાજપના જશુભાઈ રાઠવાને 5,89,307 વોટ મળ્યા છે. કોંગ્રેસના સુખરામ રાઠવાને 2,72,168 મત મળ્યા છે.
Jun 04, 2024, 12:57 pm IST

જામનગરમાં પૂનમબેન માડમ જીત તરફ જઇ રહ્યાં છે, 1,28,443 મતની લીડથી તેઓ આગળ ચાલી રહ્યાં છે.
Jun 04, 2024, 12:52 pm IST

ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા એક 1.01 લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે.
Jun 04, 2024, 12:50 pm IST

ભાજપે વધુ એક સીટ ગુજરાતથી જીતી લીધી છે. વલસાડમાં ધવલ પટેલ જીતી ચૂક્યા છે.
Jun 04, 2024, 12:44 pm IST

9 રાઉન્ડના અંતે લોકસભઆ બેઠક નવસારીથી ભાજપના ઉમેદવાર સીઆર પાટિલ 3,15,193 મતથી આગળ ચાલી રહ્યા છે.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X