ગુજરાત લોકાયુક્ત : માન્યતા V/S હકીકતો - જાણો મીડિયા કેવું જુઠ્ઠાણું ફેલાવે છે

ગાંધીનગર, 4 એપ્રિલ : બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં લોકાયુક્તનો ખરડો પસાર કરી દેવામાં આવ્યો. ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ પ્રારંભથી જ વિવાદિત રહી છે. ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી તેનો ગેરફાયદો ઉઠાવશે એવી માન્યતા લોકોમાં ફેલાઇ રહી છે. ત્યારે નવો લોકાયુક્ત કાયદો શું લઇને આવ્યો છે તે અંગે રાજ્યના નાગરિકોને અનેક પ્રશ્નો છે તેવામાં માહિતીમાં કાચા રિપોર્ટર્સ દ્વારા વસ્તુસ્થિતિને સમજ્યા વિના લોકાયુક્ત કાયદા વિશે જે આડેધડ લખવામાં આવ્યું છે તેના કારણે લોકોમાં ખોટી માન્યતા ફેલાઇ છે. આ સંદર્ભે ગુજરાત લોકોયુક્તની માન્યતા શું છે અને તેની સત્ય હકીકત શું છે તે રજૂ કરી લોકો સમક્ષ વાસ્તવિક ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ અહીં કર્યો છે.

માન્યતા : નવા કાયદાથી જસ્ટિસ આર એ મહેતાની નિમણૂંક રદબાતલ થશે.
હકીકત : સેક્શન 28 મુજબ જુના કાયદા અનુસાર કરવામાં આવેલી નિયુક્તિ આપોઆપ નવા કાયદા અનુસાર કરવામાં આવેલી નિયુક્તિ બનશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ આર એ મહેતાની નિમણૂક અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી યાચિકા પર હજી નિર્ણય આવવાનો બાકી છે. જો ગુજરાત સરકારની તરફેણમાં ચૂકાદો આવશે તો જસ્ટિસ આર એ મહેતાની નિયુક્તિ બિનઅસરકારક બનશે.

માન્યતા : લોકાયુક્તે તપાસ શરૂ કરવા અને તપાસ પૂરી થયા બાદ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
હકીકત : પત્રકારો વચ્ચે ચાલી રહેલો આ સૌથી મોટો ભ્રમ છે. આ માટે તેમણે કાયદાનો વ્યવસ્થિત અભ્યાસ કરી કુદરતી ન્યાયને સમજવાની જરૂર છે.

narendra-modi-smile

સેક્શન 12માં તપાસના આરંભ માટે બે પ્રક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમાં પ્રાથમિક તપાસનો તબક્કો અને ઊંડાણપૂર્વક તપાસનો તબક્કો સામેલ છે. કાયદામાં જણાવ્યા અનુસાર જો લોકાયુક્ત પ્રાથમિક તપાસ કરે અને તેમને આગળ વધુ તપાસ કરવાની જરૂર લાગે તો તેમણે જે તે આરોપીને ફરિયાદની એક નકલ આપીને તેને પોતાનો પક્ષ મૂકવાની તક આપવી પડશે. આ માટે લોકાયુક્તને રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવાની જરૂર ક્યાં દેખાય છે.

એક ચિંતા એ ઉભી થઇ છે કે કેટલાક કિસ્સામાં આરોપીને તેની સામેના આરોપો અને ફરિયાદ અંગે જાણ કરવામાં આવે તો તે પોતાને નિર્દોષ સાબિત કરવાની વ્યવસ્થા કરી શકે છે. આ પ્રકારની તપાસમાં કોઇ સરપ્રાઇઝ આપનાનું તત્વ જ નથી. આ સંદર્ભમાં ગુજરાતના લોકાયુક્તને સત્તા આપવામાં આવી છે કે તેઓ તપાસ માટે જરૂરી દસ્તાવેજોની સુરક્ષા માટે આદેશ આપી શકે. ઉપરાંત આવા પ્રકારના કિસ્સામાં લોકાયુક્ત પ્રાથમિક તપાસ શરૂ કરે તે જ સમયે અધિકારીઓને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાનું કહી શકે છે. તેમની પાસે સિવિલ કોર્ટ જેવી સત્તા છે. આવા કિસ્સાઓમાં લોકાયુક્ત અથવા લોકાયુક્તે નિમેલા ગેઝેટેડ અધિકારીને તપાસ સંદર્ભના દસ્તાવેજો જે ઇમારતમાં મળવાની શક્યતા છે ત્યાં જવાની અને તેને જપ્ત કરવાની સત્તા છે.

માન્યતા : ફરિયાદ કરનારની ફરિયાદ ખોટી નીકળે તો તેને આકરી સજા થવાના ડરે લોકો ફરિયાદ કરતા ડરશે.
હકીકત : હા આવા કિસ્સામાં 6 મહિનાની જેલની સજા અને રૂપિયા 25,000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ કરવાનું કે સજા આ કિસ્સાઓમાં થઇ શકે. 1) લોકાયુક્તને પ્રાથમિક તપાસમાં કોઇ તથ્ય જણાય નહીં. 2) જો ફરિયાદીની ફરિયાદ જાણી જોઇને અને ગેરલાભ ઉઠાવવા માટે કરેલી જણાશે તો સજા અને દંડ થશે. આથી શુભ હેતુથી ફરિયાદ કરનારી વ્યક્તિએ આ જોગવાઇથી ડરવાની કોઇ જરૂર નથી.

માન્યતા : ગુજરાત સરકાર લોકાયુક્તના દાયરામાંથી જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ કે આ પ્રકારના અધિકારીઓ સામેની ફરિયાદને ઇચ્છે તો બહાર રાખી શકે છે.
હકીકત : સેક્શન 23માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો 1) લોકાયુક્ત આયોગ તેનું સૂચન કરે અને 2) જો ગુજરાત સરકારને લાગે કે તે લોકહિત માટે જરૂરી છે તો તે વ્યક્તિને લોકાયુક્તના વ્યાપમાંથી દૂર રાખી શકે છે. આ પ્રકારના નિર્ણયમાં લોકાયુક્તનો નિર્ણય મહત્વનો ગણાશે.

નોંધ : લેખક કાર્તિકેય તન્નાએ વેબસાઇટ નીતિસેન્ટ્રલ ડાટ કોમમાં લખેલા લેખના આધારે. ગુજરાતી વનઇન્ડિયાને લેખકના વિચારો સાથે કોઇ સંબંધ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X