For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડેલ થકી ગ્રામીણ મહીલાઓના સશક્તિકરણની કહાણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અવારનવાર તેમના ભાષણોમાં ગુજરાતના મોડલ અને તેના થકી મહિલાઓના એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણની વાતો કરે છે. મોદીના ગુજરાત મોડેલ થકી ગુજરાતમાં છેલ્લા 2001થી અવિરત વિકાસના કાર્યો થઇ રહ્યા છે.

જેનું ઉમદા ઉદાહરણ છે ગુજરાતનું સખી મંડળ. ગુજરાતનું આ સખી મંડળ એ મહિલા સ્વાયત્ત મદદ સમૂહ જેવું છે જે ગ્રામીણ મહિલાઓને રોજગારની તક આપે છે અને તેમને આર્થિક રીતે સ્વાયત્ત બનાવવાની એક સફળ પ્રવૃત્તિ છે, આજે આખા ગુજરાતમાં સખી મંડળનું નામ ખૂબ જ જાણીતું છે.

sakhi mandal
ગુજરાત સરકારના મિશન મંગલમ યોજના હેઠળ ગુજરાતમાં હાલમાં એક લાખથી પણ વધારે સખી મંડળો(વુમન સેલ્ફ હેલ્ફ ગ્રુપ) કાર્યરત છે. છેલ્લા દોઢ વર્ષમાં 25 લાખ ગ્રામીણ મહિલાઓએ પોતાની જાતે 200,000 જેટલા સખીમંડળોનો કાર્યરત કર્યા છે, અને આવતા 3-5 વર્ષમાં 4 બિલિયન ગ્રામીણ મહિલાઓને આજીવીકા પૂરી પાડવાનો તેમનો સંકલ્પ છે.

આ સખી મંડળના સફળ કિસ્સાઓ ગુજરાતના ખેરગામ ગામથી ધુમલી ગામ સુધી ફેલાયેલા છે. આ મંડળો મહિલાઓને લિલિની ખેતી જેવા કામ માટે પણ પ્રોત્સાહિત કરે છે.



આ સખી મંડળો વાઇબ્રન્ટ ગુજરાત સમીટથી પર છે. 3-5 વર્ષમાં 12,00,000 લોકોને રોજગારી પૂરી પાડવા માટે 40 જેટલા સહયોગીઓ સાથે મળીને ગુજરાત આજીવીકા પ્રોમોશન કંપની(જીએલપીસી)એ પ્રાથમિક પ્રોજેક્ટનું માળખુ તૈયાર કરાવ્યું છે.

સખી મંડળ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. જે માત્ર આર્થિક લાભ ખાટવાના ઉદેશ્યથી નહી પરંતુ ગ્રામીણ મહીલાઓને નજીવા વ્યાજે નાણાકીય મદદ મળી રહે તે માટે.

English summary
Narendra Modi proudly endorses the Gujarat Model of development in almost all of his speeches. The all inclusive nature of this model of development is the reason for the rapid and consistent progress of the state since 2001.Sakhi Mandals are women self help groups formed with an aim to provide productive employment to rural women in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X