ગુજરાત ચૂંટણીઃ કોંગ્રેસના 25 મુસ્લિમ ઉમેદવાર, AIMIMના 21, સત્તારુઢ ભાજપના એક પણ નહિ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણી નજીક આવી રહી છે. અહીં 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન થવાનુ છે. એવામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજ્યમાં સક્રિય મુખ્ય રાજકીય પક્ષો સાથે અન્ય રાજ્યોમાંથી પણ અમુક પક્ષોની એન્ટ્રી થઈ છે. આ વખતે જો મુસ્લિમ ઉમેદવારો પર નજર કરીએ તો કોંગ્રેસે 25 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વળી, ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ અહીં ચૂંટણી લડી રહી છે. તેણે 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જો કે સત્તારુઢ ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને આ ચૂંટણીમાં ઉતાર્યા નથી.
ગુજરાતમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોનુ પ્રદર્શન જોઈએ તો વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીાં 24 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાંથી 20ને જીત મળી હતી. વળી, એક મુસ્લિમ ઉમેદવાર અપક્ષ ચૂંટાયા હતા. વળી, સત્તારૂઢ ભાજપે ગુજરાતમાં થનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. રાજ્યમાં આ મહિને છ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થશે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર શામેલ છે. આ બધા માટે ભાજપે ગુરુવારે ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે.
જો કે ઉમેદવારોની સૂચી જાહેર થયા બાદ રાજકોટ, વડોદરા અને જામનગરમાં ભાજપીઓ વચ્ચે ઠની ગઈ. જેમને ટિકિટ ન મળી તે ગુસ્સે થઈ ગયા. રાજકોટમાં બે નેતાઓએ તો શહેર ભાજપ અધ્યક્ષ સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો જેના કારણે તેમને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. ઉમેદવાર આજે વિજય મૂહુ્ર્તમાં નામાંકન ભરશે. તમને જણાવી દઈએ કે ઉપરોક્ત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ થવાની છે જેના માટે નામાંકન શનિવાર સુધી ભરવામાં આવશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. હાલમાં બધી મહાનગરપાલિકાઓમાં ભાજપનુ શાસન છે.
ગુજરાતમાં AIMIM નહિ, કોંગ્રેસ છે ભાજપની B ટીમઃ અસદુદ્દીન ઓવૈસી