નળાબેટ ખાતે યોજાયો અશ્વ મહોત્સવ, અશ્વોએ બતાવ્યા કરતબ

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠા જિલ્‍લાના સરહદી અને રણની સમીપ આવેલ સુઇગામ તાલુકાના નડાબેટ મુકામે 4થો રાષ્‍ટ્રીય કક્ષાનો સીમા અશ્વ મહોત્‍સવ યોજાયો હતો. આ સ્‍પર્ધામાં બનાસકાંઠા, પાટણ અને કચ્‍છ જિલ્‍લા સહીત વિવિધ સ્‍થળોએથી સંખ્‍યાબંધ પાણીદાર અશ્વો ભાગ લીધો હતો. આ પ્રસંગે શકિતશાળી અશ્વો દ્વારા વિવિધ કૌશલ્‍યો પણ રજુ કરવામાં આવ્યા છે.

horse

વળી બીજી બાજુ આ અશ્વ મહોત્‍સવને નિહાળવામાટે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. બુધવારે અશ્વોની લાંબી દોડ, બેરલ રેસ અને મટકી ફોડ જેવી સ્પર્ધા પણ યોજાઇ હતી. અને સાંજે લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ અશ્વ મહોત્સવનું આયોજન ગુજરાત સરકારશ્રી, સીમા જન કલ્‍યાણ સમિતિ અને સીમા સુરક્ષા બળ દ્વારા કરવામાં આવ્‍યુ છે. આ પ્રસંગે બી.એસ.એફ. દ્વારા શસ્‍ત્ર પ્રદર્શન, વન વિભાગ દ્વારા વન્‍ય જીવ પ્રદર્શન અને આરોગ્‍ય કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યા હતા.

English summary
Gujarat: Near Nadabet, unique horse festival celebrated by gujarat government.
Please Wait while comments are loading...