નવા મંત્રીઓ નહીં માણી શકે હનીમૂન પીરિયડ, કારણ છે આ...

Subscribe to Oneindia News

મંગળવારે, નવા મંત્રીઓએ સરકારમાં હોંશે હોંશે શપથ તો લઈ લીધો છે પરંતુ તેમના માટે જાન્યુઆરી ફ્રેબુઆરી મહિનામાં આવતી ચૂંટણીઓ પડકાર બની શકે છે. અને તેઓ સત્તાનો હનીમૂન પીરિયડ પણ ન માણી શકે તેવી શકયતા છે. કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માંડ-માંડ 99 બેઠક પ્રાપ્ત કરી, આ ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને સ્થાન મજબૂત બનાવ્યું છે. ત્યારે આગામી મહિનાઓમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર સામે અનેક પડકારો ઉભા થશે.

Gujarat

આગામી ફેબ્રુઆરીમાં ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતો એમ 17 તાલુકા પંચાયતો તેમ જ 29 જિલ્લાની 75 નગરપાલિકાઓ અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં જીત મેળવવી ભાજપ માટે કસોટીરૂપ બનશે. ગુજરાતમાં ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતો, આ જ બે જિલ્લાની 17 તાલુકા પંચાયતો, 29 જિલ્લાની 75 નગરપાલિકા અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. નવી સરકાર માટે મોટો પડકાર એ છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ માંડ સત્તા સ્થાને પહોંચ્યુ છે. નવી સરકારના મંત્રીઓ માંડ-માંડ તેમને સોંપાયેલા વિભાગોનો ચાર્જ લઈને કામગીરી પણ શરૂ નહીં કરી હોય.

જાન્યુઆરીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યઓની આ ચૂંટણીની તૈયારીઓ તેમને લાગુ પડશે. અહીં મહત્વની બાબત એ છે કે, એક બાજુ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન ગુજરાત સરકારનું વર્ષ 2018-19નું વાર્ષિક બજેટ રજૂ કરવાનું આવશે. તેની તૈયારીઓ ચાલતી હશે એ દરમિયાનમાં જ એટલે કે ફેબ્રુઆરીમાં જ પંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓ આવી જશે. ત્યારે જોવું એ રહ્યું કે ઘરઆંગણે ભાજપ અને તેના મંત્રીઓ કેવો દેખાવ કરી શકે છે.

English summary
Gujarat New Cabinat minister will not enjoy honeymoon prideo due to this reason.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.