For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રજાસત્તાક દિવસની પરેડમાં NSSની બે વિદ્યાર્થિનીઓ દિલ્હી જશે

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જીટીયુની ટીમ હેટ્ટ્રિક કરશે. NSSની બે વિદ્યાર્થિનીઓ દિલ્હી જશે. વધુ વાંચો

By Oneindia
|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આગામી 26મી જાન્યુઆરી, 2018ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) હેટ્ટ્રિક સર્જશે. સતત ત્રીજા વર્ષે જીટીયુ વતી એનએસએસની બે વિદ્યાર્થિનીઓ રાજપથ ખાતે યોજાનારી પરેડમાં ભાગ લેવા દિલ્હી જશે. આ વખતે એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજની હેમાંક્ષી ઈશ્વર અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજની સલોની પરીખને પ્રજાસત્તાક દિનની પરેડ માટે પસંદ કરવામાં આવી છે. આ બેઉ વિદ્યાર્થિનીઓ જીટીયુમાં એન્જીનિયરીંગના અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે.

Gujarat

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ) યુનિટ તરફથી આ બાબતમાં તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રાજપથ ખાતે દર વર્ષે ભારતભરમાંથી તમામ રાજ્યોના 146 વિદ્યાર્થીઓ ભાગ લે છે. દરેક સંસ્થામાંથી બે વિદ્યાર્થીઓને આ પરેડ માટે મોકલી શકાય. આ વખતે જીટીયુમાંથી 16 વિદ્યાર્થીઓને રાજ્યસ્તરીય પસંદગી માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી જીટીયુના છ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા અને તેઓને પૂર્વતૈયારીઓ માટેના રાષ્ટ્રીય કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. હૈદ્રાબાદમાં યોજાયેલા તે કેમ્પમાં જીટીયુના છમાંથી બે વિદ્યાર્થીઓ પસંદ થયા હતા.

English summary
Gujarat NSS girls will go to delhi for Republic Day Parade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X