એક જગ્યા દિપડા થયો બચાવ તો એક જગ્યા થયું મોત

Subscribe to Oneindia News

સુરતના બારડોલી - વ્યારા નેશનલ હાઈવે રોડ પર રસ્તો ક્રોસ કરતી વખતે દિપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. બારડોલી - વ્યારા નેશનલ હાઈ વે રોડ પર કીકવાડ ગામ પાસે રોડની બાજુમાં મૃત હાલતમાં દિપડો જોતા ગામના સરપંચે વન વિભાગના અધિકારરીને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે પ્રાથમિક તપાસમાં દિપડો રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મોત થયું છે તેમ જાણવા મળ્યું છે. વન વિભાગે દિપડાના મૃતદેહનું કબ્જો લઇ પી.એમ અર્થે ખસેડ્યો હતો આગળની તપાસ હાથધરી છે.

leopard

તો બીજી તરફ દિપડો કુવામાં પડતા અમેરલી ખાતે રેસ્ક્યુ કરી તેને બહાર નીકાળવામાં આવ્યો હતો. અમરેલીના અભરામપપરા વિસ્તારની સીમમાં દીપડો કુવામાં ખાબક્યો હતો, ચોતરા હનુમાન મંદિર પાસે વાડીના ખુલ્લા કુવામાં દિપડો ખાબક્યો હતો. જેથી વન વિભાગની ટીમને જાણ થતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યો હતો. બે કલાકની જહેમત બાદ વન વિભાગે દિપડાને બહાર કાઢી પાંજરે પૂર્યો હતો. અવાર - નવાર વન વિભાગ દ્વારા સુચના આપવામાં આવે છે કે જંગલ વિસ્તાર હોવાથી વાડીમાં કુવા બંધ કરી દેવામાં આવે પણ ખેડૂતો સુચનાનો અમલ ન કરતા અબોલા પ્રાણીઓના જીવ જાય છે.

recuse
English summary
Gujarat : one Leopard killed at Surat and other one saved at Amreli
Please Wait while comments are loading...