રાજ મોરાલ ફાયનાન્સ કંપનીના ઉઠામણું, આંકડો 2.25 કરોડને પાર..

Subscribe to Oneindia News

ગુજરાત માં એક પછી એક ફાયનાન્સ પેઢીઓ ઉઠમણું કર્યાનું સામને આવ્યું છે,રાજસ્થાનના સંચાલક દ્વારા અર્બુદા કો ઓપરેટીવ સોસાયટીના ઉઠમણા બાદ મોરાલ ફાયનાન્સ કંપનીનું ઉઠમણું, થતા લોકોનો કો ઓપરેટીવ સોસાયટીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ સોસાયટીઓની લોભામણી લાલચમાં આવી લોકો પોતાના પૈસા આવી પેઢીઓ મુકે જેમાં તેમને ઊંચું વ્યાજદર અને અલગ-અલગ લોભામણી સ્કીમ દેખાડી પૈસા ચાઉં કરી તેના સંચોલકો ફરાર થઇ જાય છે. ત્યારે ભોગ બનેલા લોકોએ રાજ મોરાલના માલિકો સામે છેતરપીંડીની શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.

raj moral

નોંધનીય છે કે રાજ મોરાલ ફાયનાન્સ કંપની સામે નોંધાયેલી 85 લાખની છેતરપિંડીનો આંકડો 2.25 કરોડ પર પહોંચ્યો છે. અને હજુ પણ આ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાછે. તો બીજી તરફ પોલીસે ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વર્ષ 1995માં શરૂ થયેલી રાજ મોરાલ ફાયનાન્સ કંપનીના માલિક રમેશચંદ્ર મોરાલ અને તેની પત્ની રમીલા મોરાલ લોકોને ઉંચા વ્યાજ આપવાની અને સાડા પાંચ વર્ષે રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી સ્કીમ આપી કરોડોનું રોકાણ કરાવ્યું હતું. જેમાં પહેલા બધું બરાબર ચાલતું હતું. જોકે છેલ્લા એક વર્ષથી મોરાલ દંપતી દ્વારા ગલ્લા ટલ્લા કરતા અને ભાગી જતા શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો.

raj moral

આ કેસમાં અત્યાસ સુધી પોલીસે 55 લોકો ના નિવેદન લીધા છે. જેમાં 2.25 કરોડનો છેતરપિંડીનો આંકડો સામે આવ્યો. કેટલાક રોકાણકારોએ પોતાનું ઘર અને દાગીના વેંચી રોકાણ કર્યું હોય તો કોઇએ રિટાયર્ડમેન્ટ માટે રોકાણ કર્યું હોય તેવા તમામ વર્ગના લોકો આ કેસમાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ પીઆઇ વિનોદ યાદવે ફરાર આરોપી દંપતીની શોધખોળ ચાલી રહી હોવાનું જણાવી આરોપીઓના કેટલા બેન્ક એકાઉન્ટ છે અને તેમાં કેટલી રકમ છે અને કઈ રીતના વ્યવહારો થયા છે તે જાણવા 7 જેટલી બેંકોને માહિતી માંગી છે. જે આધારે આરોપીઓ સામે પુરાવા એકઠા કરવામાં આવશે.

નોંધનીય છે કે ગત 25 તારીખે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે વિપુલ બેન્કર નામના વ્યક્તિએ આ અંગે સૌથી પહેલી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ શાહીબાગના નવા નકોડામાં આવેલ રાજ મોરાલ ફાયનાન્સ કંપનીના મલિક રમેશચંદ્ર મોરાલ અને તેની પત્ની રમીલા મોરાલ સાથે મળીને 1995 થી તેના સમાજને રૂપિયાના રોકાણ સામે 12 ટકા વ્યાજ મળશે અથવા સાડા પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરીને આપશે તેવી વાત કરી હતી. જે લાલચમાં આવી તેનાજ સમાજના અનેક લોકો એ લાખો કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. અને તેમાં ડબલ પણ કરી આપ્યા. જોકે છેલા એક વર્ષથી ગલ્લા ટલ્લા શરૂ થતા અને છેલ્લા એક મહિનાથી રમેશચંદ્ર અને તેની પત્ની ફરાર થઈ જતા અને મોબાઈલ બંધ કરી દેતા પોતાની સાથે ખોટું થયાનું જણાઈ આવતા આખરે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જે બાદ મીડિયામાં પણ આ સમાચારો આવતા એક પછી એક અનેક ભોગ બનનારાઓ પણ સામે આવી રહ્યા છે.

English summary
Gujarat: One more Finance company do cheating with its customer. Read more on it.
Please Wait while comments are loading...