For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : CAG રિપોર્ટ મુદ્દે હોબાળો કરતા વિપક્ષી સભ્યો સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 જુલાઇ : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2014ના બજેટસત્રનો અંતિમ દિવસ હતો. ગુજરાત સરકારે છેક છેલ્લા દિવસે CAGનો રિર્પોટ ગૃહમાં રજૂ કર્યો હતો. આ કારણે વિપક્ષ કોંગ્રેસે આજે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ મુક્યો હતો કે સરકારે જાણી જોઇને ચેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કર્યો છે.

gujarat-assembly-600

સરકાર પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે કેગનો અહેવાલ છેલ્લા દિવસે ગૃહ સમક્ષ રજૂ કર્યો હતો. CAGનો રિર્પોટ રજૂ કરવાના સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી મુદ્દે ધમાલ કરી હતી. વિપક્ષી સભ્યો શાકભાજીના હાર પહેરી ગૃહમાં પ્રવેશ્યા હતા અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. મોંઘવારી મુદ્દે ગૃહમાં હોબાળો કરવામાં આવતા વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળાએ શક્તિસિંહ અને શંકરસિંહ સિવાય કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે શક્તિસિંહ અને શંકરસિંહે પણ વોકઆઉટ કર્યું હતું.

CAGના રિપોર્ટમાં શું કહેવાયું છે?

  • 2011-12 અને 2012-13માં રાજ્યની મહેસુલી ખાદ્ય પુરાંતમાં ફેરવાઇ છે એવું કેગનું અવલોકન છે.
  • 2008-09મા રાજકોષીય ખાદ્ય 10,438 કરોડની હતી તે 2012-13મા વધીને 16,492 કરોડની થઇ.
  • 2012-13મા 5570કરોડની મહેસુલી પુરાંત થઇ.
  • 2012-13મા રાજકોષીય ખાદ્યમાં 5465 કરોડનો વધારો થયો.
  • સરકારે અયોગ્ય બજેટની જોગવાઇ કરીને 1088.57 કરોડનો ખર્ચ મહેસુલ વિભાગને બદલે મૂડી વિભાગમાં નોંધ્યો, જેના કારણે મહેસુલી ખર્ચ ઓછો અને પુરાંત વધારે દર્શાવી શકાય.
  • સરકારે 2012-13મા રોકડ પુરાંત રોકડ હિસાબમાં 13,358 કરોડનું રોકાણ કર્યું, સરકારનું આ રોકાણ વધુ સારી નાણા વ્યવસ્થાની જરૂર હોવાનું કેગનું અવલોકન.
  • વર્ષ 2012-13મા 1,07,439.38 કરોડની જોગવાઇ સામે સરકારે 99,150.78 કરોડનો ખર્ચ કર્યો.
  • વિવિધ વિભાગોના યોગ્ય નિયંત્રણના અભાવે 9121.46 કરોડના વપરાશના પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા નથી.
English summary
Gujarat : Opposition screwed Government on CAG report on last day of Budget session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X