પાક. મરીને દિવાળી ટાણે, 25 માછીમારોનું કર્યું અપહરણ

Written By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યાં જ બીજી તરફ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમા પાસેથી 3 બોટ સાથે 25 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી સૌરાષ્ટ્રના માછીમારો રોષે ભરાય છે. પ્રાપ્ત માહિતી મુજબ પાક મરીને 25 જેટલા ભારતીય માછીમારોને તેમની સાથે બંધક બનાવીને લઇ ગઇ છે. દિવાળી ટાણે આવી ખબર મળતા માછીમારોના પરિવારમાં શોક અને રોષની લાગણી ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું અવાર નવાર ભારતીય બોટો અને માસૂમ માછીમારોને આ પહેલા પણ પાકિસ્તાન મરીન ઉપાડી ગઇ છે. પણ આ વખતે આ ઘટના તહેવારના સમયે ગાળે બનતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

gujarat

નોંધનીય છે કે તમામ માછીમારો જોડે તેવા આધુનિક યંત્રો નથી હોતા કે તે ભારતીય જળ સીમા અને પાકિસ્તાની જળ સીમા વચ્ચેનું અંતર તટસ્થ પણે જાણી શકે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની મરીન અનેક વાર ભારતીય જળ સીમામાં આવી ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે. ભારતીય મરીન દ્વારા અવાર નવાર પેટ્રોલિંગ પછી પણ આવી ઘટનાઓ ઓછું થવાનું નામ નથી લેતી. અને દર ત્રણ મહિને એક વાર આવી ઘટનાઓમાં ગરીબ માછીમારો અને તેમનો પરિવાર પોતાના પ્રિયજનને ખોઇ બેસે છે. ત્યારે પાકિસ્તાન તરફથી માછીમારોની આ ઉઠાંતરી મામલે જલ્દી જ કોઇ ઠોસ પગલાં લેવામાં આવી તેવી માંગ માછીમાર સમાજ દ્વારા કરવામાં આવી છે.

English summary
Gujarat : Pakistan Marine kidnapped 25 fishermen from Indian water.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.