For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પોલિસે 2 મહિનામાં વસૂલ્યો 45 કરોડથી વધુનો દંડ, જાણો કયા શહેરમાં કેટલો દંડ ઉઘરાવ્યો

ગુજરાત રાજ્યના પોલિસ વિભાગે પોતાના નાગરિકો પાસેથી છેલ્લા 2 મહિના દરમિયાન 45 કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેર ધીમે-ધીમે શમી રહી છે અને ત્રીજી લહેર આંગણે દસ્તક દઈ રહી છે. લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે અને બેરોજગારી તેના ચરમ પર છે તેવા સમયમાં ગુજરાત રાજ્યના પોલિસ વિભાગે પોતાના નાગરિકો પાસેથી છેલ્લા 2 મહિના દરમિયાન 45 કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા કે જાહેરમાં થૂંકવા બદલ દંડવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીના આ આર્થિક તંગીના માહોલમાં માત્ર 2 મહિનામાં જ રાજ્ય પોલિસ વિભાગે સામાન્ય પ્રજા પાસેથી 45 કરોડ રૂપિયાથી વધુ રકમ દંડના નામે સેરવી લીધી છે.

traffic police

ગયા જૂન અને જુલાઈ મહિનાની વાત કરીએ તો રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં જ 10 કરોડ 72 લાખથી વધુ રકમ વસૂલવામાં આવી છે. જ્યારે વડોદરામાં કુલ 2 કરોડ 68 લાખથી વધુ રકમ દંડ પેટે ઉઘરાવવામાં આવી છે. સુરત શહેરની વાત કરીએ તો 4 કરોડ 17 લાખથી વધુ રકમ દંડ રૂપે વસૂલવામાં આવી છે. વળી, રાજકોટમાં કુલ 6 કરોડ 56 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે. એનફોર્સમેન્ટ અને જાગૃતિ લાવવાના પ્રયત્નોની સાથે સાથે સમગ્ર રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યત્વે એનફોર્સમેન્ટના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવુ, જાહેરમાં નહિ થૂંકવાનુ અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવવાનુ જેવા જાહેરનામાના અમલીકરણ માટે પ્રયત્નશીલ છીએ.

અમદાવાદ શહેરની વાત કરીએ તો ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક ડીસીપીના 5-5 સ્કવૉર્ડ બનાવીને ઈ-ચલણ વસૂલવાની કાર્યવાહી ચાલી રહી છે. જુલાઈ મહિનામાં 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી. ટ્રાફિક વિભાગે હજુ 154 કરોડ રૂપિયાના દંડ વસૂલવાના બાકી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં રોજ એક લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલવામાં આવે છે. આગામી દિવસોમાં ટ્રાફિગ વિભાગ POS મશીન સાથે રોડ પર ઉભા રહીને ઈ-મેમોની રકમ લોકો પાસેથી વસૂલશે. હેલ્મેટ પહેર્યા વિના, સીટ બેલ્ડ પહેર્યા વિના તેમજ ત્રણ સવારી, ડ્રાઈવિંગ લાયસન્સ, પીયુસી, રોંગ સાઈડમાં વાહનો ચલાવનાર દરેક લોકો સામે પોલિસની તવાઈ ચાલુ છે.

English summary
Gujarat Police collects more than Rs 45 crore fine in 2 months, Know the citywise fine collection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X