For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુ્દ્રા પોર્ટ પરથી 75 કિલો 375 કરોડનું હેરોઇન ઝડપી પાડતી ગુજરાત પોલીસ

રાજ્ય મુદ્રા પોર્ટ ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયુ હોય તેમ કચ્છના મુદ્રાપોર્ટ પરથી સતત ડ્રગ્સ ઝડપાઇ રહ્યુ છે. ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને 75.300 કિલ્લો હેરોઇનનો જથ્થો ઝડપી પાડપ્યો હતો. દુબઇથી આ

|
Google Oneindia Gujarati News

રાજ્ય મુદ્રા પોર્ટ ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયુ હોય તેમ કચ્છના મુદ્રાપોર્ટ પરથી સતત ડ્રગ્સ ઝડપાઇ રહ્યુ છે. ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને 75.300 કિલ્લો હેરોઇનનો જથ્થો ઝડપી પાડપ્યો હતો. દુબઇથી આવેલ હેરોઇનનો નવા પ્રકારની મોડસઓપરેન્ડીનો ઉપયોગ કરીને ગુજરાતના મુ્દ્રા પોર્ટ ખાતે ઉતારવામાં આવ્યું હતુ.

ASHISH BHATIA

ડ્રગ્સ માફિયા દ્વારા હેરોઇનને કાપડના રોલમાં પુઠા પર વિંટાળીને પ્લાસ્ટિકથી પટ્ટીથી ચોટીડીને તેના પર બીજી એક બીજી પ્લાસ્ટીકની પાઇપ મુકીને બને પાઇપો વચ્ચેની ખાલી જગ્યાણઆં માદક પદાર્થનો જથ્થો ટાઇટ પેક કરીને બંન્ને બાજુથી રૂ. તથા સેલોટેપથી પેક કરેલો હતો. પ્લીસ્ટીકની પાઇપ તેમજ પુઠા પર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોટાડેલ હતો.

આ અંગે માહિતી આપતા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ હેરોઇન અંગેની માહિતી પંજાબ પોલીસને મળી હતી. જે ગુજરતથી પંજાબ લઇ જવાના હતા. જેથી પંજાબ પલીસની ટીમ ગુજરાત આવી પહોચી હતી. બંને રાજોયની પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસને આ સમગ્ર કન્સાઇન્ટમેન્ટ 5 મહિનામાં આવી ગયો હતો. દુબઇથી કાપડ આવે તેને લઇને શકા ગઇ હતી. તેમજ 1/3 જેટલો ભાગ કાપડથી ભરેલો હતો. જેથી શંકા પ્રબળ બની હતી. કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ ૪૦૦૦ કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ, જે ૫૪૦ કાપડના રોલમાં વીંટાળેલ હતું. જે કાપડના રોલ્સની ઝીંણવટભરી તપાસ કરતા ૫૪૦ કાપડના રોલ પૈકી ૬૪ રોલની અંદર છુપાવેલ કુલ ૭૫.૩૦૦ કિલો. શંકાસ્પદ માદક પદાર્થ મળી આવેલ હતો. જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળેલ હતુ.

આ અંગે વધુ માહિતી આપતા આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા સંદિગ્ધ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવી કે,શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વિગેરે મેળવવામાં આવી. ઉક્ત વિકસિત માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની એક ટીમ મુન્દ્રા ખાતે રવાના કરવામાં આવેલ. મુન્દ્રા ખાતે આવી બાતમી વાળા કન્ટેઇનરને શોધતા સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસ કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન ખાતે લોકેટ કરવામાં આવેલ હતો.

આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. ૩૭૬.૫ કરોડની થાય છે. આ હેરોઈનનો જથ્થો એ.ટી.એસ. તથા પંજાબ પોલીસ ની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ જથ્થો યુ.એ.ઇ.ના અજમાન ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવેલ હતો અને તે પંજાબ મોકલવામાં આવનાર હતો.

English summary
Gujarat Police seizes 75 kg 375 crore heroin from Mudra port
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X