આવા હાઇટેક શસ્ત્રોથી સજ્જ થશે ગુજરાત પોલીસ
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : હવે ગુજરાત પોલીસ ટુંક સમયમાં હાઇટેક શસ્ત્રોથી સસજ્જ થવાની છે. એક પાઇલોટ પ્રોજેકટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર પોલીસને તોફાની ટોળાને નિયંત્રણમાં લેવા માટે તથા ગુન્હેગારોને સાણસામાં લેવા માટે હાઇટેક શસ્ત્રો જેમ કે શોક શિલ્ડસ અને લેસર ગન વગેરે આપવામાં આવ્યા છે. હાલ ટીયર ગેસ અને રબ્બરની બુલેટોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નોન લીથલ (જીવલેણ ન હોય તેવા) શસ્ત્રો ઓછા નુકસાનકારક અને વધુ અસરકારક હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવશે.
હવે ગુજરાત પોલીસના કર્મચારીઓ રિવોલ્વર અને જુની ફેશનની થઇ ગયેલ લાઠી સાથે કદાચ જોવા નહીં મળે. પરંતુ હવે ગુજરાત પોલીસના કર્મચારીઓ રેડીયો ફ્રિકવન્સી સ્ટન ગન કે સિસ્મોકંડકટર લેસર જેવા શસ્ત્રો સાથે જોવા મળશે. આવા શસ્ત્રો અમદાવાદમાં ભીડને નિયંત્રણમાં લેવા અને શંકાસ્પદોને પકડવા માટે ઉપયોગમાં લેવાશે.
નોન લીથલની કેટેગરીમાં આવતા આવા શસ્ત્રો ઓછા હાનિકારક હોય છે. પાઇલોટ પ્રોજેકટ હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ પોલીસને ટુંક સમયની અંદર હાઇટેક અને નોન લીથલ ગણાતા શસ્ત્રો જેમ કે શોક શિલ્ડસ, શોક બેટોન્સ, એકસ્ટેનશન બેટોન, લેસર, રાયોટ કંટ્રોલ ગન અને સોફટ બેલ્ટસ વગેરે મળશે.
આ બાબતને સમર્થન આપતા અમદાવાદના જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ સંજય શ્રીવાસ્તવ કહે છે કે એ સાચુ છે કે અમને આવા શસ્ત્રો મળ્યા છે. આવા શસ્ત્રોથી પોલીસ કર્મચારીની કાર્યક્ષમતા વધશે એટલુ જ નહિ તોફાની ટોળાને કાબુમાં લેવાનું પણ સરળ બનશે.
આ શસ્ત્રો દિલ્હી સ્થિત એક કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે. પોલીસ દળને આવા શસ્ત્રોની ખાસ જરૂર પણ રહે છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સમાજ એવુ ઇચ્છતો હોય છે કે ભીડને કાબુ કરવામાં પોલીસ બળનો ઓછો ઉપયોગ કરે અને પોલીસ કાનૂનની મર્યાદામાં રહીને કામ કરે. તોફાની ટોળા કાયમ પોલીસની બેરીકેટસ તોડીને આગળ વધતા હોય છે. રમખાણો વખતે ગુંડાઓ પોલીસ ઉપર પથ્થરમારો પણ કરતા હોય છે જે સમયે પોલીસને ધરાર પાછળ જવુ પડે છે. જો પોલીસ પકડે તો નિર્દોષ લોકો દંડાય જાય છે. આ સંજોગોમાં હવે હાઇટેક શસ્ત્રો પોલીસની અનેક પ્રકારની મુશ્કેલીઓનો અંત લાવશે. એરીયોટ કંટ્રોલ વેપન્સ કે જે લેસર ટેકનોલોજીથી કામ કરે છે તેમાં હાઇપાવર ફેસીંગ લાઇટ હોય છે. જે આવા ટોળાઓ માટે અસરકારક સાબીત થઇ શકતી હોય છે.
અમદાવાદના પોલીસ કર્મચારીઓને આ પ્રકારના દરેક શસ્ત્રોના 50 થી 100 યુનિટો મળ્યા છે. આ દરેક શહેરોના પોલીસ કર્મચારીઓને 15 દિવસ પહેલા જ પાંચ, છ વિવિધ ટાઇપના શસ્ત્રો આપવામાં આવ્યા છે. ત્રણ મહિના પછી ફિડબેક મેળવાશે. રિવ્યુ બાદ વિભાગ એ નક્કી કરશે કે વધુ શસ્ત્રો લેવા કે નહી.
આવો જાણીએ ગુજરાત પોલીસને મળેલા નોન લીથલ વેપન્સ કેવા છે...

શોક શિલ્ડસ
પોલીસ બેરીકેડસ ખાતે આ શસ્ત્રો મુકાશે. આ શસ્ત્રો ઇલેકટ્રીક કરંટ પસાર થતો હોય છે. જો ટોળુ બેરીકેડસ તોડીને જાય તો તેઓને ઝાટકો લાગે છે અને તેઓ આગળ વધી શકતુ નથી.

શોક બેટોન
આ શષા પાવરફુલ શોક આપી શકે છે. કોઇ માણસ શષા આચકવાનો પ્રયાસ કરે તો આ શષા અસરકારક સાબીત થાય છે.

લેસર વેપન્સ
લેસર વેવ પસાર થાય છે જેનાથી હુમલાખોર થોડી મીનીટો માટે ભાન ગુમાવી દે છે.

રબ્બર બોલ લોન્ચર
લાંબી રેન્જ માટે ફાયરીંગ થઇ શકે છે. સચોટ ટાર્ગેટ લઇ શકાય છે.

શોક બેલ્ટ
આ પટ્ટો આરોપીના કમ્મરે બાંધવામાં આવે છે. જો આરોપી ભાગવાનો પ્રયાસ કરે તો પોલીસ રિમોટ કંટ્રોલથી તેને આંચકો આપી શકે છે.












Click it and Unblock the Notifications
