Gujarat Rain : ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, હવામાન વિભાગની ટેન્શન વધારનારી આગાહી
Gujarat Rain : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભારે વરસાદે વિરામ લીધો છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી છે. પરંતુ આ રાહત લાંબો સમય ટકે એવી શક્યતા નથીોે.
હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ફરીથી ભારે વરસાદ આવી શકે છે.

ક્યારે અને ક્યાં વરસાદની સંભાવના?
- 13 સપ્ટેમ્બર : સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
- 14 સપ્ટેમ્બર : સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડી શકે છે.
- 15 સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
- 16 સપ્ટેમ્બર : નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
- હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ પાકિસ્તાન પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે.
આ ઉપરાંત ચોમાસાનો ટ્રફ પણ આ ડિપ્રેશનથી લઈને ગુજરાતના ભુજ થઈને દેશના વિવિધ ભાગોમાંથી પસાર થઈ રહ્યો છે, જે વરસાદ લાવશે.












Click it and Unblock the Notifications
