Gujarat Rain : હજુ આ અઠવાડિયુ વરસાદથી રાહત નહીં, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં 4 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain

1-3 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને તાપી જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.

4-5 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ખાસ કરીને સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેનો અર્થ છે કે અહીં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, નર્મદા, ભરૂચ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

6-7 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય, ભરૂચ, સુરત, રાજકોટ, પોરબંદર અને બોટાદમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X