ગુજરાતમાં આ સ્થળોએ પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગલા પાંચ દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદનુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યુ છે. વળી, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના પણ છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે.

વડોદરામાં ગઈ રાતે શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. વડોદરામાં આખી રાતમાં 4 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. આખુ શહેર જળબંબાકાર થઈ ગયુ છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાઈ જતા ત્યાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદના કારણે ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વડોદરાના ડભોઈમાં પણ જોરદાર વરસાદ થયો હતો. ડભોઈ પંથકમાં ગઈ કાલે મોડી સાંજે ગાજવીજ સાથે મન મૂકીને વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. અરવલ્લીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભિલોડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોડાસા, ધનસુરા અને મેઘરજમાં 2-2 ઈંચ, માલપુરમાં 1 ઈંચ જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ નોંધવામાં આવ્યો છે. અરવલ્લીમાં સિઝનનો 44.24 ટકા વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ 11 ઈંચ વરસાદ છે. રાજ્યમાં જો કે હજુ સુધી વરસાદની 35 ટકા જેટલી ઘટ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 168 તાલુકામાં વરસાદ નોંધાવા સાથે સિઝનનો કુલ વરસાદ 57 ટકા સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે 63.12 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં 61.56 ટકા વરસાદ, કચ્છમાં પણ 56.30 વરસાદ થયો છે. મધ્ય ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનુ પ્રમાણ 50 ટકાથી ઓછુ છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમમાં નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. નર્મદાની સપાટી 119.41 મીટર સુધી પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં વરસી રહેલા વરસાદથી ગુજરાતની પાણીની સમસ્યા ઘણે અંશે ઉકેલાઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
