Gujarat rain : ગુજરાતમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, મહિસાગરના કડાણામાં સૌથી વધુ
Gujarat rain : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 2.99 ઇંચ જેટલો નોંધાયો છે.

રાજ્યમાં કુલ 20 તાલુકાઓમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ વરસાદથી મહિસાગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, અમદાવાદ, ખેડા અને આણંદ જેવા અનેક જિલ્લાઓમાં ખુશનુમા વાતાવરણ છવાયું છે.
બીજી તરફ 90 જેટલા તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની પુરી સંભાવના છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. આ વખતે ચોમાસુ સમય કરતા લંબાઈ શકે છે.












Click it and Unblock the Notifications
