• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં રસ્તાતોડ, જનજીવન રોકતા વરસાદની ચેતવણી

|

અમદાવાદ, 30 જુલાઇ : મેઘરાજાની તોફાની વરસાદી સવારીને કારણે કચ્છને બાદ કરતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. મંગળવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લા, ગાંધીનગર, કડી, વલસાડ, વાપી અને સાપુતારાના લોકોને સૌથી વધારે માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે. આ ચેતવણીને પગલે પ્રભારી મંત્રી શંકર ચૌધરીએ તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્ટેન્ડબાય હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ફૂડ પેકેટ્સ અને અન્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. જેનો જરૂર પડતા ઉપયોગ કરાશે.

આજે બપોર બાદ વલસાડમાં ફરીથી મેઘરાજાએ જોરદાર વરસવાનું શરૂ કરતા ગુજરાત સરકારે તંત્રને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણી બાદ ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની તમામ સ્કૂલ-કૉલેજ આવતા ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો છે. સરકારે વડોદરા અને સુરત જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ વલસાડ જિલ્લામાં મોકલી આપી છે. વલસાડ, વાપીમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા ટ્રેનો ગઇકાલની જેમ આજે પણ વિલંબથી ચાલી રહી છે.

રાજ્યમાં નદીઓની સ્થિતિ

દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. કાવેરીમાં જળ સપાટી 11 ફુટ અને પૂર્ણા નદી 16.5 ફૂટે વહી રહી છે.

રાજ્યના ડેમની સ્થિતિ

નર્મદા ડેમ : જળસપાટી - 120.97 મીટર

કાકરાપાર ડેમ : જળસપાટી - 161.80 મીટર

મધુબન ડેમ : જળસપાટી - 73.50 મીટર, ઇન ફ્લો - 2,48,618 કયુસેક, આઉટફ્લો - 1,90,093, ડેમના 10 દરવાજા ખુલ્લા

ઉકાઇ ડેમ : જળસપાટી - 327.37 મીટર, ઇન ફ્લો - 2,20,170 કયુસેક, આઉટફ્લો - 1,28,352, ડેમના 10 દરવાજા ખુલ્લા

અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાયા જેના કારણે સામાન્ય જનજીવન તો ખોરવાયું જ હતું પણ ઔદ્યોગિક કામગીરી પણ ઠપ્પ થઇ ગઇ હતી. અમદાવાદની વટવા અને છત્રાલ જીઆઇડીસીના વિવિધ એકમોમાં પાણી ઘૂસી જતા માલ અને મશીનરીને મોટું નુકસાન થયું છે. આ નુકસાનીને પગલે આવનારા 15 દિવસ સુધી કામ થઇ શકે તેમ નહીં હોવાથી કારીગરોની રોજગારી પર તલવાર લટકી છે.

ભારે વરસાદને પગલે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં બેટ જેવી સ્થિતિ સર્જાઇ હતી. લોકો માટે પીવાનું પાણી પણ રહ્યું ન હોવાથી પાણી અને ખાવાનાના ફૂટ પેકેટ વહેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના સાપુતારામાં 11 ઇંચ, આહવામાં 10 ઇંચ, વઘઇમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા નીકળેવા પર્યટકો સાપુતારામાં ફસાઇ ગયા છે. પર્વત પરથી પત્થરો અને માટી ઘસડાઇને આવતા મુખ્ય માર્ગને અસર પહોંચી છે. તંત્રએ તાત્કાલિક તેની સફાઇની કામગીરી શરૂ કરી છે.

ગુજરાતમાં વરસાદની હાઇલાઇટ્સ

  • ગાંધીનગરમાં રિવ્યુ કમિટીની તાત્કાલીક બેઠક બોલાવાઇ.
  • અમીરગઢમાં વરસાદના પાણીમાં કિશોરી તણાઇ, તંત્ર દ્વારા શોધખોળ શરૂ
  • ખારી, રૂપેન, સરસ્વતી, બનાસ નદીમાં પાણી છો઼ડવામાં આવશે.
  • વરસાદને કારણે સાવરકુંડલાથી જેતસર પાલીતાણા માર્ગ બંધ.
  • કડીના કરણનગર પાસે નર્મદા કેનાલની પાળ ધોવાઇ ગઇ.
  • અમદાવાદ પૂર્વમાં 10 ઇંચ અને પશ્ચિમમાં 12 ઇંચ વરસાદ નોંધાયો.
  • અમદાવાદના સિવિલ, ગિરધરનગર, નરોડા, ખોખરા, હાટકેશ્વર, શાહીબાગ વગેરે વિસ્તારોમાં જળબંબાકાર.
  • ગાંધીનગરમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ.
  • કડીમાં સૌથી વધારે 13 ઇંચ વરસાદ ખાબક્યો.
  • સાપુતારા ગયેલા પર્યટકો ભારે વરસાદને કારણે અટવાયા.

English summary
Gujarat rain update on 30 July, 2014, alert declared for 48 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X