ગુજરાતના આ 13 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક એટલે કે આવતીકાલ સવાર સુધી રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ યથાવત રહેશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ અનુસાર, રાજ્યના કુલ 13 જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદી આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતના અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના નર્મદા તેમજ તાપી જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જોકે, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે.
અમદાવાદમાં ગત સોમવારે પડેલા હળવા વરસાદ છતાં ગરમીમાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગના મતે, અલગ-અલગ બે ટ્રફ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ માવઠું થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
