For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે મેઘવર્ષા

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ભારે વરસાદની સંભાવના નહિવત હોવાનુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની વકી છે.

આ સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી

આ સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યુ છે કે આજે રાજ્યના 6 જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરુચ અને નર્મદાનો સમાવેશ થાય છે. જો કે, અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં 56.86 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ, 89 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 31 તાલુકાઓમાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

આજનુ હવામાન

આજનુ હવામાન

આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ 27 અને મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ રહેવા સાથે હળવા વરસાદની આગાહી છે તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. અમરેલીમાં તાપમાન લઘુત્તમ 27 અને મહત્તમ 33 રહેવા સાથે 70 ભેજવાળુ વાતાવરણ રહેશે. વળી, આણંદમાં વાદળછાયુ વાતાવરણ તેમજ તાપમાન લઘુત્તમ 27 મહત્તમ 33 રહેશે. દેવભૂમિ દ્વારકામાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

English summary
Gujarat Rains: Rain forecast for South Gujarat by IMD, Know which districts will get rain today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X