For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો

કોરોના વાયરસ મહામારીને પગલે રાજ્યસભાની ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી જે હવે આગામી 19 જૂનના રોજ લેવામાં આવશે. દેશની કુલ 24 રાજ્યસભા સીટ પર ચૂંટણી થનાર છે જેમાંથી ગુજરાતની 4, આંધ્ર પ્રદેશની 4, મધ્ય પ્રદ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે રાજ્યસભાની ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી જે હવે આગામી 19 જૂનના રોજ લેવામાં આવશે. દેશની કુલ 24 રાજ્યસભા સીટ પર ચૂંટણી થનાર છે જેમાંથી ગુજરાતની 4, આંધ્ર પ્રદેશની 4, મધ્ય પ્રદેશની 3, રાજસ્થાનની 3, ઝારખંડની 2, મણિપુરની 1 અને મેઘાલયની 1 સીટ પર ચૂંટણી થનાર છે. 19મી જૂનની સાંજે 5 વાગ્યે જ પરિણામ જાહેર થઈ જશે.

Vidhansabha

મતદાન પહેલા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો પેદા થઈ ગયો છે. 2 જ દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં અને હવે કોંગ્રેસે ભાજપ પર ખરીદ ફરોખ્તીનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે પોતાની પાર્ટીના ધારાસભ્યોને સાચવી રાખવા માટે ગુજરાત કોંગ્રેસે કેટલાક ધારાસભ્યોને રાજકોટ તો કેટલાક ધારાસભ્યોને રાજસ્થાનમાં આબુ રોડ સ્થિત એક કોંગ્રેસના જ નેતાના રિસોર્ટમાં ખસેડ્યા છે.

સીટનું ગણિત

182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 65 ધારાસભ્યો છે, જણાવી દઈએ કે 2017માં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 77 હતી જેમાંથી 12 સંખ્યા ઘટી ગઈ છે. જ્યારે ભાજપ પાસે કુલ 103 ધારાસભ્યો છે. જ્યારે ચૂંટણી જીત્યું ત્યારે ભાજપ પાસે માત્ર 99 જ ધારાસભ્યો હતા પછી 4 સીટ પર પેટાચૂંટણી બાદ ભાજપની જીત થતાં આ સંખ્યા વધીને 103 થઈ ગઈ છે.

ભાજપ અને કોંગ્રેસને કેટલાય વોટ જોઈએ

182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં 172 ધારાસભ્યો છે (સ્પીકરને બાદ કરતાં)- જેમાંથી 103 ધારાસભ્યો ભાજપના, 65 ધારાસભ્યો કંગ્રેસના, 1 ધારાસભ્ય નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP), 1 અપક્ષ અને 2 ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના છે.

ગુજરાત વિધાનસભાની 4 સીટ માટે કુલ 5 ઉમેદવારો લડી રહ્યા છે. ભાજપે એક સીટ પર પોતાના બે ઉમેદવારોને જાહેર કર્યા છે. તયારે દરેક ઉમેદવારે જીતવા માટે 35 મતની જરૂરત હોય છે. હાલના સમીકરણો જોતાં કોંગ્રેસ 2 સીટ જીતી શકે તેમ પણ નથી. 2 સીટ જીતવાથી કોંગ્રેસ 4 વોટ દૂર છે. જ્યારે ભાજપ 2 સીટ આરામથી જીતી રહ્યું છે. 3 સીટ જીતવાથી 2 વોટ દૂર છે.

કઈ પાર્ટીએ કયા ઉમેદવારને મેદાને ઉતાર્યા

ભાજપે જાણીતા વકીલ અભય ભારદ્વાજ અને રમિલાબેન બારાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા, જો કે બાદમાં ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને ઉમેદવાર જાહેર કરતાં બધા જ સમીકરણો બદલાઈ ગયા, જણાવી દઈએ કે નગરહરી અમિન પૂર્વ કોંગ્રેસી અને પાટીદાર નેતા છે જેઓ 2012માં ભાજપમાં જોડાયા હતા.

અત્યાર ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો કેટલા છે?

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 સીટ છે જેમાંથી 4 સભ્યો નિવૃત્ત થયા હોવાથી આગામી 19 તારીખે ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજાનાર છે. અત્યારે રાજ્યસભામાં ગુજરાતના 7 સભ્યો છે જેમાંથી 4 ભાજપના અને 3 કોંગ્રેસના છે. અહીં જુઓ રાજ્યસભાના સભ્યોની આખી યાદી

  • એસ જયશંકર- ભાજપ
  • જુગલસિંહ લોખંડવાલા- ભાજપ
  • મનસુખ માંડવિયા- ભાજપ
  • પરસોત્તમ રૂપાલા- ભાજપ
  • અહમદ પટેલ- કોંગ્રેસ
  • નારણભાઈ રાઠવા- કોંગ્રેસ
  • ડૉ. અમી યાજ્ઞીક- કોંગ્રેસ

આ પણ વાંચો: રાજકોટના આજીડેમના ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી, 2 લોકોના મોત

English summary
Elections will be held on June 19 for 4 seats of Gujarat Rajya Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X