
રાજકોટના આજીડેમના ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી, 2 લોકોના મોત
રાજકોટમાં આજી ડેમના ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી.ય આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનિય છેકે વરસાદ હજુ શરૂ જ થયો છે ત્યારે આ બ્રિજની દીવાલ ધરાશાયી થતા તંત્રની કામગીરીની પોલી ખુલી ગઇ હતી.
આજી ડેમ ચોકડી નજીક આવેલી દિવાલનો એક ભાગ એકાએક ધસી પડ્યો હતો. આ સમયે ત્યાંથી બાઈક પર બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. દિવાલનો ભાગ તૂટીને સીધો તેમના પર જ પડતાં બંને યુવાનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અને ઘટનાસ્થળે જ તેઓનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. દિવાલ ધરાશાયી થવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઓવરબ્રિજની દિવાલ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને ઓવરબ્રિજ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પણ સરકારી તંત્રનાં વાંકે રાજકોટનાં બે યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને જો આવું જ વલણ રહ્યું તો આગામી સમયમાં અનેક નિર્દોષ લોકો મોતનાં ખપ્પરમાં હોમાઈ જાય તો પણ નવાઈ નહીં. અને તંત્ર હર હંમેશની જેમ પોતાની જવાબદારીમાંથી છટકી જશે.
આ પણ વાંચો: Video: ગુજરાત કોંગ્રેસ 25 ધારાસભ્યો રાજસ્થાન રિસોર્ટમાં છૂપાવ્યા, BJPએ નોંધાવ્યો કેસ