For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાત કોંગ્રેસ 25 ધારાસભ્યો રાજસ્થાન રિસોર્ટમાં છૂપાવ્યા, BJPએ નોંધાવ્યો કેસ

ગુજરાતમાં 4 સીટો માટે યોજાનાર રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને છૂપાવવામાં લાગી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 4 સીટો માટે યોજાનાર રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને છૂપાવવામાં લાગી છે. એક પછી એક આ વિપક્ષી દળના 3 ધારાસભ્યો રાજીનામુ આપી ચૂક્યા છે. માર્ચથી અત્યાર સુધી 8 ધારાસભ્યોએ પાર્ટી સાથે સંબંધ તોડી દીધો. આ સ્થિતિ ઉભી થતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ પર પોતાના ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાવીને કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી માટે સંખ્યાબળ બચાવી રાખવામાં લાગી છે. માટે કોંગ્રેસ મતદાન પહેલા પોતાના ધારાસભ્યોને વિવિધ જગ્યાઓએ છૂપાવી રહી છે. કોંગ્રેસ પ્રદેશ એકમે 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતની સીમા પાસેના રાજસ્થા્નના સિરોહી જિલ્લામાં આબુ રોડ પાસેના વિસ્તારમાં છૂપાવી છે.

કોંગ્રેસે 25 ધારાસભ્યોને રાજસ્થાનમાં છૂપાવ્યા

કોંગ્રેસે 25 ધારાસભ્યોને રાજસ્થાનમાં છૂપાવ્યા

ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જાંબુડી સ્થિત વાઈલ્ડ વિંસ રિસોર્ટમાં નજરકેદ કર્યા છે. ધારાસભ્યોની સંખ્યા લગભગ 25 જણાવવામાં આવી રહી છે. જેનાથી આ વિસ્તાર અત્યારે હૉટ સ્પૉટ બની ગયો છે. રવિવારની મોડી સાંજે કોંગ્રેસથી નારાજ ભાજપના પદાધિકારીઓએ જિલ્લાધ્યક્ષ નારાયણ પુરોહિતના નેતૃત્વમાં આ અંગે પોલિસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી. આ ફરિયાદ કોંગ્રેસ ધારાસભ્યો તેમજ સંચાલક સામે નોંધાવવામાં આવી.

Recommended Video

VIDEO: गुजरात के 25 विधायक कांग्रेस ने राजस्थान के रिसॉर्ट में छिपाए, BJP ने दर्ज करवाया केस
ભાજપે રિસોર્ટના સંચાલક સામે ફરિયાદ નોંધાવી

ભાજપે રિસોર્ટના સંચાલક સામે ફરિયાદ નોંધાવી

જિલ્લાધ્યક્ષ નારાયણ પુરોહિતે કહ્યુ કે, અત્યારે કોરોના મહામારી ફેલાયેલી છે. જેના માટે અમે બધા સતર્ક છે. રાજસ્થાનની હોટલો પણ બંધ છે. તેમછતાં પણ કોંગ્રેસે ગુજરાતના ધારાસભ્યોને અહીં રિસોર્ટમાં નજરકેદ કર્યા છે. તેમની સરકારી મહેમાનગતિ થઈ રહી છે. આનાથી કોંગ્રેસનુ બેવડુ ચરિત્ર સામે આવ્યુ છે. અમે તેમની સામે કેસ નોંધાવ્યો છે. આ દરમિયાન ભાજપના ગ્રામીણ મંડળ અધ્યક્ષ દિનેશ ખંડેલવાલ, નગર મંડળ અધ્યક્ષ ભૂપેન્દ્ર સાંભરિયા, ધર્મેન્દ્ર પુરોહિત, મનીષ મોરવાલ સહિત ઘણા ભાજપ હાજર રહ્યા.

પહેલા તેમને જયપુર લઈ જવાના હતા

પહેલા તેમને જયપુર લઈ જવાના હતા

કોંગ્રેસ સિરોહી પહેલા 23 ધારાસભ્યોને જયપુર લઈ જવાની અટકળો હતી પરંતુ બાદમાં જ્યારે ભાજપ તરફથી કેસ નોંધાવવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયુ કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન-ગુજરાત સીમા પર સ્થિત સિરોહી જિલ્લાના આબુ રોડના એક રિસોર્ટમાં જ રાખ્યા છે. સિરોહીમાં કોંગ્રેસ ધારાસભ્યોને છૂપાવતા પહેલા સૌરાષ્ટ્ર ઝોનના પણ બધા ધારાસભ્યોને કોંગ્રેસ હાઈકમાન્ડે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુના રિસોર્ટમાં ભેગા કર્યા હતા. જ્યારે બાકીના ધારાસભ્યોને અમુક બીજા ઝોન માટે રવાના કરી દીધા હતા.

ગુજરાતમાં પણ નોંધાયો હતો કોંગ્રેસીઓ પર કેસ

ગુજરાતમાં પણ નોંધાયો હતો કોંગ્રેસીઓ પર કેસ

સમાચાર એ પણ છે કે રાજકોટમાં પણ નીલ્સ સિટી રિસોર્ટના માલિક પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ અને રિસોર્ટ મેનેજર સામે ફરિયાદ થઈ છે. ઈન્દ્રનીલે કહ્યુ કે અમે કોઈ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ નથી. સરકાર અમને ડરાવવાને પ્રયાસ કરી રહી છે પરંતુ અમે નહિ ડરીએ અને બધા ધારાસભ્ય અહીં રહેશે. વળી, ડીસીપીએ જણાવ્યુ કે આ કેસમાં ધરપકડની જરૂર નથી પરંતુ કાનૂની કાર્યવાહી જરૂર કરવામાં આવશે.

મોરારી બાપૂ સામે FIR, ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપમોરારી બાપૂ સામે FIR, ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ

English summary
video: 25 MLAs of Gujarat congress hidden in a rajasthan resort , BJP filed FIR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X