For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, ગુજરાતમાં રાજ્યસભાની બે સીટો માટે થશે અલગ ચૂંટણી

ગુજરાતમાં યોજાનાર રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી આજે તગડો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં યોજાનાર રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી આજે તગડો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુપ્રીમે કોંગ્રેસના ગુજરાત એકમ દ્વારા બે રાજ્યસભા સીટો માટે અલગ અલગ પેટા ચૂંટણી કરાવવા માટે કમિશનના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને લોકસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ ગુજરાતમાં રાજ્યસભાની બે સીટો ખાલી થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ આ છે ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ 'રુખસાના સુલ્તાના', જેને જોઈને ડરથી કાંપી જતા લોકોઆ પણ વાંચોઃ આ છે ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ 'રુખસાના સુલ્તાના', જેને જોઈને ડરથી કાંપી જતા લોકો

ચૂંટણી કમિશને સોગંદનામામાં શું કહ્યુ?

ચૂંટણી કમિશને સોગંદનામામાં શું કહ્યુ?

વાસ્તવમાં કમિશને કહ્યુ કે તે ગુજરાતની બે સીટો માટે અલગ અલગ ચૂંટણી કરાવશે. ચૂંટણી કમિશને કહ્યુ કે આ નિર્ણય કોંગ્રેસને ન ગમ્યો કારણકે આનાથી કોંગ્રેસને નુકશાન થવાની આશા છે. ત્યારબાદ કોંગ્રેસ ચૂંટણી કમિશનના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ. કોંગ્રેસે બંને સીટો માટે એક સાથે ચૂંટણી કરાવવાની દલીલ કરી હતી ત્યારબાદ કોર્ટે આના પર ચૂંટણી કમિશનનો પણ જવાબ માંગ્યો હતો. ચૂંટણી કમિશને પોતાના સોગંદનામામાં કહ્યુ છે કે ગુજરાતની જે બે સીટો ખાલી થઈ છે તે અચાનત થઈ છે અને કાયદામાં એવુ કંઈ પણ નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે તેમના માટે અલગ ચૂંટણી ન થવી જોઈએ.

પાંચ જુલાઈએ થશે ચૂંટણી

પાંચ જુલાઈએ થશે ચૂંટણી

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પરેશ ધાનાણી તરફથી દાખલ કરવામાં આવી હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે અને હવે અહીં 5 જુલાઈના રોજ ચૂંટણી થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડ્યા હતા જ્યાં તેમને જીત મળી છે, બીજી તરફ સ્મૃતિ ઈરાની યુપીની અમેઠી સીટથી ચૂંટણી લડ્યા અને તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મ્હાત આપીને જીત મેળવી છે.

ભાજપે આમને બનાવ્યા ઉમેદવાર

ભાજપે આમને બનાવ્યા ઉમેદવાર

આ તરફ ભાજપે સોમવારે સ્પષ્ટ કરી દીધુ છે કે વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર હશે. આ એલાનના અમુક કલાકો બાદ જ એસ જયશંકર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં શામેલ થઈ ગયા. બીજી સીટ પર જુગલજી માથુરજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Gujarat Rajya Sabha seats: supreme court rejects Congress plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X