For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રાજ્યસભાની બે સીટ માટે વોટિંગ શરૂ, ભાજપની જીત નક્કી

ગુજરાતઃ રાજ્યસભાની બે સીટ માટે વોટિંગ શરૂ, ભાજપની જીત નક્કી

|
Google Oneindia Gujarati News

ગુજરાતથી રાજ્યસભાની ખાલી પડેલ બે સીટ માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ બંને સીટ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા હોવાના કારણે ખાલી થઈ છે. ભાજપ ફરીથી આ બંને સીટ પર કબ્જો જમાવવા માટે એડીચોટીનું જોર કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગનાના ડરથી સતર્ક જણાઈ રહી છે. માટે પાર્ટીએ બનાસકાંઠાના બલરામ રિસોર્ટમાં રોકાયેલ પોતાના ધારાસભ્યોને આકરી સુરક્ષા વચ્ચે વોટિંગ માટે ગાંધીનગર રવાના કર્યા છે.

gujarat assembly

અગાઉ અહેવાલ મળ્યા હતા કે ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી બચવા માટે પાર્ટી તેમને રાજસ્થાનના માઉન્ટ આબુ મોકલી રહી છે. પરંતુ આખરી સમયે પાર્ટીએ પોતાનો વિચાર ફેરબદલ કર્યો અને તેમને બનાસકાંઠાના બલરામ રિસોર્ટ લઈ ગઈ. કોંગ્રેસે ધારાસભ્યોને બનાસકાંઠામ મોકલવા માટે પાર્ટીની એક દિવસીય શિબિર હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસે પહેલા જ પોતાના ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી દીધું છે. પ્રદેશ કોંગ્રેસમાં ધારાસભ્યોના બળવાના તેવરને જોઈ એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થઈ શકે છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પાર્ટી નેતૃત્વથી નારાજ છે.

રાજ્યસભાની ખાલી પડેલ બંને સીટો પર કોંગ્રેસની એકસાથે ચૂંટણી કરાવવાની માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ આપવાનો ઈનકાર કરતાં ચૂંટણઈ પંચને બંને સીટ પર અલગ-અલગ ચૂંટણી કરાવવાની મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી અધિસૂચના જાહેર થઈ ગયા બાદ અમે દખલ ન આપી શકીએ. તમારે પડકાર જ ફેંકવો હોય તો બાદમાં ચૂંટણી અરજી દાખલ કરી શકો છો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી લડવી મૌલિક અધિકાર નહિ બલકે કાયદાકીય અધિકારી છે ત્યારે તમે રિટ ન લગાવી શકો.

જણાવી દઈએ કે ભાજપ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મોદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ પણ ગૌરવ પાંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. હાલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 175ની હોય રાજ્યસભામાં જીતવા માટે 89 મતની જરૂર પડશે. જો કે ભાજપ પાસે 100 ધારાસભ્યો હોવાથી આરામથી રાજ્યસભા ચૂંટણી જીતી જશે.

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર રવાનાગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર રવાના

English summary
gujarat rajyasabha election started bjp will clearly win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X