For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રાજ્યસભા પેટા ચૂંટણીઃ ભાજપના બંને ઉમેદવારોનો વિજય, વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા 104 મત

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે આજે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર અને વિદેશમંત્રી એસ જયશંકર 104 મત મેળવી વિજયી બન્યા છે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે આજે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર અને વિદેશમંત્રી એસ જયશંકર 104 મત મેળવી વિજયી બન્યા છે તેમજ જુગલજી ઠાકોરનો પણ વિજય થયો છે. ચૂંટણીનું મતદાન સવારે 9 વાગે શરૂ થયુ હતુ અને 4 વાગે પૂર્ણ થયુ હતુ. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ગૌરવ પંડ્યાએ વાંધા અરજી કરી હતી.

s jayshankar

કોંગ્રેસની વાંધા અરજીના કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. જો કે ચૂંટણી પંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવી દીધી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા ભાજપને પાંચ મતોનો ફાયદો થયો હતો. અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

મતદાન પ્રક્રિયા શરૂ થતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા. પુનાજી ગામીત, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ, નૌશાદ સોલંકી, ગ્યાસુદ્દીન શેખ તમામ ધારાસભ્યોએ મતદાન કર્યુ હતુ. કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાં મેદાનમાં ઉતર્યા હતા. ધારાસભ્યનું સંખ્યાબળના કારણે ભાજપનો વિજય નિશ્ચિત જ હતો.

આ પણ વાંચોઃ અનામત પર SCનો મોટો ચુકાદો, વયમર્યાદામાં છૂટ મેળવનારને નહિ મળે આ લાભઆ પણ વાંચોઃ અનામત પર SCનો મોટો ચુકાદો, વયમર્યાદામાં છૂટ મેળવનારને નહિ મળે આ લાભ

English summary
gujarat rajyasaha bypolls: bjp won on both the seats, s jayshankar got 104 votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X