For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચટાકાના શોખીન ગુજરાતીઓ દૂધ ગટગટાવવામાં ભારતમાં પાંચમા ક્રમે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 સપ્ટેમ્બર : ભારતમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા અને દૂધના ઉત્‍પાદનને લઇને તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણના તારણ અનુસાર ગુજરાતમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધનો વપરાશ પંજાબ કરતાં અડધો છે.

પંજાબમાં પ્રતિવ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા 937 ગ્રામ છે. જેની સામે ગુજરાતમાં પ્રતિવ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા 435 ગ્રામ છે. આ સર્વેક્ષણ એસોચેમ દ્વારા કરવામાં આવ્યું છે. આ સર્વે દેશના 20 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો.

સર્વેક્ષણ અનુસાર ગુજરાતમાં પ્રતિ વ્‍યક્‍તિ 435 ગ્રામ દૂધની ઉપલબ્‍ધતા હોવા છતાંય ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. જયારે કે દેશમાં દૂધના કુલ ઉત્‍પાદનમાંથી 8 ટકા જેટલા દૂધનું ઉત્‍પાદન ગુજરાતમાં થાય છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવ્‍યું છે.

'અનલોકિંગ ગ્રોથ ઓફ પોટેન્‍શિયલ ઓફ ઇન્‍ડિયન ડેરી ઇન્‍ડસ્‍ટ્રી' વિષય અંતર્ગત કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યા અનુસાર 'સમગ્ર દેશમાં દૂધના ઉત્‍પાદનના વિકાસનો દર 19 ટકા જેટલો નોંધપાત્ર રહ્યો છે. દુનિયામાં દૂધના ઉત્‍પાદન ક્ષેત્રે સૌથી અગત્‍યના દેશ તરીકેની ભૂમિકા છતાંય દેશમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા માત્ર 252 ગ્રામ જેટલી જ છે. જે પ્રતિ વ્‍યક્‍તિ 279 ગ્રામ પ્રતિ વ્‍યક્‍તિની વૈશ્વિક એવરેજ કરતાં ઓછી છે.'

સર્વેક્ષણના અન્ય રસપ્રદ તારણો જાણવા આગળ ક્લિક કરો...

પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં ટોપ 5 રાજ્યો

પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં ટોપ 5 રાજ્યો


1. પંજાબ - 937 ગ્રામ
2. હરિયાણા 679
3. રાજસ્થાન - 538 ગ્રામ
4. હિમાચલ પ્રદેશ - 446 ગ્રામ
5. ગુજરાત - 435 ગ્રામ

દૂધ ઉત્પાદનમાં ટોપ 5 રાજ્યો

દૂધ ઉત્પાદનમાં ટોપ 5 રાજ્યો


1. ઉત્તરપ્રદેશ - 17 ટકા
2. રાજસ્થાન - 11 ટકા
3. આંધ્રપ્રદેશ - 9 ટકા
4. પંજાબ - 9 ટકા
5. ગુજરાત - 8 ટકા

દૂધ ઉત્પાદન વૃદ્ધિદરમાં ટોપ 5 રાજ્યો

દૂધ ઉત્પાદન વૃદ્ધિદરમાં ટોપ 5 રાજ્યો


1. આંધ્રપ્રદેશ - 41 ટકા
2. રાજસ્થાન - 28 ટકા
3. કેરાલા - 24.8 ટકા
4. કર્ણાટક - 24 ટકા
5. ગુજરાત - 23.7 ટકા

દેશમાં દૂદનું કુલ ઉત્પાદન કેટલું?

દેશમાં દૂદનું કુલ ઉત્પાદન કેટલું?


વર્ષ 2010-11ના ડેટા પ્રમાણે દેશમાં 121 મિલિયન ટન (MT) દૂધનું ઉત્‍પાદન થાય છે. જે સરેરાશ ચાર ટકાની વૃદ્ધિ સાથે 2016-17માં 150 MT અને 2019-20 સુધીમાં 177 MT થવાનો અંદાજ દર્શાવવામાં આવ્‍યો છે.

દૂધની બનાવટોનો ઉપયોગ વધ્યો

દૂધની બનાવટોનો ઉપયોગ વધ્યો


ભારતમાં દૂધ અને દૂધની બનાવટની ચીજવસ્‍તુઓના વપરાશમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 92 ટકા જેટલો વધારો થયો હોવાનું આ સર્વેમાં નોંધવામાં આવ્‍યું છે. આ વધારો શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં જોવા મળ્યો છે. આવક વધતા દૂધ અને તેની બનાવટની વસ્‍તુઓનો ઉપયોગ પણ વધ્‍યો છે.

English summary
Gujarat ranked fifth in per capita milk consumption in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X