રેમડેસિવિરની કાળાબજારી કરી રહેલા ડૉક્ટરને કોર્ટે ફટકારી અનોખી સજા

રેમડેસિવિરની કાળાબજારી કરી રહેલા ડૉક્ટરને કોર્ટે ફટકારી અનોખી સજા

ગુજરાતમાં કોરોનાનો એવો વિસ્ફોટ થયો કે હવે રાજ્યમાં દરરોજ નવા રેકોર્ડ સ્તરે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને દર્દીઓના મોતના આંકડાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ગુજરાત કોરોના ઉપરાંત કાળાબજારીથી પણ પીડાઈ રહ્યું છે. ચારોતરફથી રેમડેસિવિર અને ઑક્સીજન સિલિન્ડરની કાળાબજારી થતી હોવાના સમાચાર આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કેટલાક ડૉક્ટર પણ આમાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

coronavirus

કાળાબજારી કરી રહેલા ડૉક્ટરને કોર્ટની ફટકાર

હવે સુરતના બે આવા જ ડૉક્ટરને કોર્ટે અનોખી સજા સંભળાવી છે. કહેવામાં આવ્યું કે બંને ડૉક્ટરને 15 દિવસ સુધી કોવિડ 19 હોસ્પિટલમાં કાર્ય કરવું પડશે. જ્યારે હોસ્પિટલના સીએમઓને બંને ડૉક્ટરનો કાર્ય રિપોર્ટ સમયસર કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

થોડા દિવસો પહેલા સુરતના લાલગેટ પોલીસ સ્ટેશને ડૉક્ટર હિતેશ ડાભી અને ડૉક્ટર સાહિલ ચધરીની રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારીના આરોપમાં ધરપકડ કરી હતી. કોર્ટે કેસ શરૂ થતા પહેલાં જ અલગથી સુનાવણી કરી બંને ડૉક્ટર્સને આ સજા સંભળાવી દીધી છે.

આ પહેલો મામલો નથી જ્યાં ડૉક્ટર કે નર્સ જ કાળાબજારીમાં લિપ્ત હોય. દેશના કેટલાય ભાગોમાં હાલ આવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં માત્ર રુપિયા કમાવવા માટે લોકોને ચૂનો તો લગાવવામાં આવી જ રહ્યો છે સાથે જ તેમની મજબૂરીઓનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં પણ પાછલા કેટલાક દિવસોથી આવી ઘટનાઓ બહુ જોવા મળી છે. કાર્યવાહી તો થાય છે પરંતુ અપરાધિઓને કાનૂનનો ખૌફ નથી જણાતો.

ગુજરાતમાં કોરોનાનો તાંડવ

આમ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે કેટલાય અવસર પર હાઈકોર્ટે પણ રૂપાણી સરકારને ફટકાર લગાવવી પડી છે. ક્યારેક મોતના આંકડા છૂપાવવા પર સાંભળવું પડ્યું તો ક્યારેક હોસ્પિટલમાં થઈ રહેલી ગેરવ્યવસ્થા પર સ્પષ્ટતા આપવી પડી. પરંતુ આ બધું છતાં રાજ્યમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ યથાવત છે. આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં કોરોનાના 14327 નવા મામલા સામે આવ્યા, જ્યારે 180થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X