For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોમી રમખાણ 2002: સુપ્રીમ કોર્ટમાં જકીયા જાફરીએ પીએમ મોદીને મળેલી ક્લીન ચિટને પડકારી

2002ના ગુજરાત કોમી રમખાણમાં માર્યા ગયેલા દિવંગત કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ની જકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટમાં પડકારી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 2002ના ગુજરાત કોમી રમખાણમાં માર્યા ગયેલા દિવંગત કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ની જકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ તપાસ દળ(એસઆઈટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. જસ્ટીસ એએમ ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સીટી રવિકુમારની બેંચે બુધવારે કેસની સુનાવણી કરી. જાફરીની પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે 2002ના ગુજરાત કોમી રમખાણોની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળે પુરાવા વણજોયા કરી દીધા અને કોઈ તપાસ કર્યા વિના નિષ્કર્ષ કાઢ્યો.

SC

કપિલ સિબ્બલે એ પણ જણાવ્યુ કે પાઠ ભણાવવાનુ આ એક મોટુ ષડયંત્ર હતુ અને એસઆઈટીએ ના કોઈ ધરપકડ કરી અને ના તેમણે કોઈ ફોન જપ્ત કર્યા. અદાલતે એકઠા કરેલા પુરાવાને સ્વતંત્ર રીતે જોવા જોઈતા હતા અને એસઆઈટીની અવગણના કરવી જોઈતી હતી. સિબ્બલે કહ્યુ કે સાંપ્રદાયિક હિંસા જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની જેમ છે. આ એક સંસ્થાગત સમસ્યા છે જ્યારે પણ લાવા પૃથ્વી પર કોઈ જમીનને સ્પર્શે છે ત્યારે તે તેને ડરાવે છે અને ભવિષ્યમાં બદલો લેવા માટે ફળદ્રુપ જમીન બની જાય છે. આ દરમિયાન કપિલ સિબ્બલ ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યુ કે મે પાકિસ્તાનમાં મારા નાનીને ગુમાવ્યા. હું પણ એ નફરતનો શિકાર છુ.

જાફરી તરફથી પક્ષ રાખી રહેલ સિબ્બલે કહ્યુ કે તે કોઈ એ કે બી પર આરોપ નથી લગાવી રહ્યા પરંતુ દુનિયાને એ સંદેશ જરૂર જવો જોઈએ કે આ હિંસા અસ્વીકાર્ય છે અને સહન કરવા નહિ આવે. કપિલ સિબ્બલે કહ્યુ કે આ એક ઐતિહાસિક કેસ છે. આપણે એ નક્કી કરવાનુ છે કે કાયદાનુ રાજ હંમેશા જળવાશે કે લોકોને પરસ્પર ભીડાવા દેવા જોઈએ. કપિલ સિબબ્લે કહ્યુ કે જાફરીએ 2006માં એક ફરિયાદ કરી હતા જેમાં મોટા ષડયંત્રની વાત કરવામાં આવી હતી અને એસઆઈટીએ તેમના દ્વારા ઉઠાવેલા મુદ્દાઓ પર કોઈ તપાસ કરી નહોતી.

સિબ્બલે સર્વોચ્ચ અદાલતે એ રેકૉર્ડિંગની પ્રતિલિપિ પર એક નજર નાખવા માટે કહ્યુ હતુ જેને સીબીઆઈએ પ્રમાણિત કરી હતી અને એસઆઈટીએ બિલ્કુલ સ્પર્શી પણ નહોતી. ટેપ અનુસાર રાજ્યમાં મોટી સંખ્યામાં આગ્રેયાત્ર્સોને બહારથી લઈ જવામાં આવ્યા હતા અને અહીં સુધી કે બૉમ્બ પણ બનાવવામાં આવ્યા હતા. સિબ્બલે પીઠને જણાવ્યુ કે દેશી બંદૂકોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મોટી પાઈપોનો ઉપયોગ કરીને રૉકેટ લૉંચર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા.

સિબ્બલે તર્ક આપ્યો કે ગુજરાતના પૂર્વ એડીજીપી શ્રીકુમારની સાક્ષીને એસઆઈટીએ એ આધારે ફગાવી દીધી હતી તેમને પ્રમોશનથી વંચિત કરી દેવામાં આવ્યા હતા. સિબ્બલે પૂછ્યુ કે અન્ય અધિકારીઓ દ્વારા પુષ્ટ કરવા પર પણ આને કેમ ફગાવી દેવામાં આવી હતી. સિબ્બલે આગળ કહ્યુ કે વિહિપ નેતા જયદીપ પટેલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ કે ઘણા ફોન કૉલ આવ્યા હશે પરંતુ ફોન જપ્ત ન થયા તો તપાસ શું થઈ? બધુ મેજિસ્ટ્રેટ સામે હતુ.

સિબ્બલે દલીલ આપી કે જાફરીની ફરિયાદ એ હતી કે, 'એક મોટુ ષડયંત્ર હતુ જ્યાં અધિકારીઓની નિષ્ક્રિયતા, પોલિસની સંડોવણી, નફરત ફેલવનારા ભાષણ સાથે હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ.' એસઆઈટીએ આઠ ફેબ્રુઆરી, 2012ના રોજ મોદી(હવે પ્રધાનમંત્રી) અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 63 અન્ય લોકોને ક્લીન ચીટ આપીને કેસ બંધ કરવા માટે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમની સામે કેસ ચલાવવા યોગ્ય કોઈ પુરાવા નહોતા.

English summary
Gujarat riots 2002: Zakia Jafri challenged clean chit given to Narendra Modi in Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X