For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Riots: મોદીની ક્લીન ચીટ પર સુનાવણી ટળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- આવુ ક્યાં સુધી ચાલશે

ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટીએ ક્લીન ચીટ આપી દીધી હતી જેને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી 14 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટીએ ક્લીન ચીટ આપી દીધી હતી જેને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી 14 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીયવાર આ મામલાની સુનાવણી સ્થગિત કરવામાં આવી છે, આવું ક્યાં સુધી ચાલશે. ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. જાકિયા ઝાફરી દ્વારા ક્લિન ચીટને પડકારતી અરજી દાખળ કરવામાં આવી છે. જેઓ રમખાણોમાં મૃત્યુ પામનાર કોંગ્રેસના પૂર્વ સાંસદ અહસાન ઝાફરીના પત્ની છે. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને દિનેશ મહેશ્વરીની પીઠે મામલાની સુનાવણી એપ્રિલ સુધી ટાળી દીધી છે, જ્યારે ઝાકિયાના વકીલે અદાલતને હોળીની રજા બાદ જ આનાપર સુનાવણી કરવાનો આગ્રહ કર્યો. ત્યારે જ કોર્ટે આ ટિપ્પણી કરી.

જાકિયા ઝાફરીએ અરજી કરી હતી

જાકિયા ઝાફરીએ અરજી કરી હતી

જાકિયાએ 2018માં સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખળ કરી હતી. જેમાં ગુજરાત હાઈ કોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે વિશેષ તપાસ દળના ફેસલા વિરુદ્ધ તેની અરજીને ફગાવી દીધી હતી. તેમના વકીલે પહેલા જ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરજીમાં એક નોટિસ જાહેર કરવાની જરૂરત છે, કેમ કે આ 27 ફેબ્રુઆરી 2002થી મે 2002 સુધી કથિત 'મોટા ષડયંત્ર' સંબંધિત છે.

ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોના મોત

ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોના મોત

જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોની હત્યા કરી મૂકવામાં આવી હતી મૃતકોમાં અહસાન ઝાફરી પણ સામેલ હતા, સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરામાં ફૂંકી મરાયો હોવાથી 59 લોકોના મૃત્યુ થયાં હતાં જેના કારણે જ ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યાં હતાં.

8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો

8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો

8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત અન્ય 63 લોકોને ક્લિનચીટ આપતા એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ દોષરોપણના પૂરાવા નહોતા.

આ પણ વાંચોઃ પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે શરૂ કરી લારી, એક FB પોસ્ટે બદલી જિંદગીઆ પણ વાંચોઃ પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે શરૂ કરી લારી, એક FB પોસ્ટે બદલી જિંદગી

English summary
Gujarat Riots: Supreme court fixes april 14 for hearing zakia zafri plea again's clean chit to modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X