• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GECના પ્રયત્નોથી ધરમપુરનું અંબા તલાટ ગામ ફરી હરિયાળું બન્યું

|

ગાંધીનગર, 4 જૂન : ગુજરાત ઈકોલોજી કમિશનના વલસાડ વન વર્તુળ સાથે સંકલિત પ્રયાસોને પગલે ધરમપુર તાલુકાના અંબા તલાટ ગામના પર્વતીય વનના નુકસાન પામેલા વનતંત્રને ઓછી ખર્ચાળ તકનીકના ઉપયોગથી પુનઃસ્થાપિત કરવામાં સફળતા મળી છે.

આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સ્થાનિક આદિવાસી સમુદાયોની આજીવિકા વધારવા તેમજ તેઓને વન સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય કરી જંગલને લાંબાગાળા સુધી ટકાવી રાખવાના ઉદ્દેશથી એક મોડેલ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું અંબા તલાટ ગામનું ડુંગરાળ વન સહયાદ્રી પર્વતમાળાનો અગ્નિ દિશાનો એક ભાગ છે. ગામના લોકોની આજીવીકાનો મુખ્ય આધાર ખેતી છે. ગામના વનમાંથી બળતણ માટે સૂકા લાકડા, પશુઓ માટે ઘાસચારો તથા વનમાં થતી પેદાશો ગામ લોકોના જીવન જરૂરિયાત માટે ઉપયોગી સાબિત થતી. સુંદર ડુંગરોથી છવાયેલું વન, ગામ લોકોના જીવનનું અભિન્‍ન અંગ હતું.

અંબા તલાટ ગામના વનને પુનઃસ્થાાપિત કરવાના પ્રયત્નોલ વિશે વાત કરતા ગુજરાત ઈકોલોજી કમિશનના સભ્યિ સચિવ ડો. એ. કે. વર્મા જણાવે છે કે 'માત્ર પ્લાન્ટેશન કરીને ક્યારેય નુકશાન પામેલા વનને પુનઃસ્થાપિત નથી કરી શકાતું. તે બાબતને ધ્યાને લઈ આ યોજનામાં નવતર પહેલના ભાગરૂપે સ્થાનિક સમુદાયિક સંગઠન, વન વિભાગ અને ઇકોલોજી અને જૈવવિવિધતા સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોને સાંકળવામાં આવ્યા છે.' અંબા તલાટનું વન ફરી કેવી રીતે હરિયાળુ બન્યું તે સમજવા જેવું છે...

અંબા તલાટના વનની ખાસિયત નામશેષના આરે

અંબા તલાટના વનની ખાસિયત નામશેષના આરે

અંબા તલાટ ગામ પાસે આવેલા વનમાં મળી આવતી સંપત્તિના વધુ પડતા ઉપયોગના કારણે વન ઘસાતુ ચાલ્યું. આ કારણે અંબા તલાટ ગામના વનમાંથી સાગના વૃક્ષો, વાંસ, કારૂકડો, અરડુસા, સીમળા, કડાયો, કરમદા વગેરે પ્રકારની જૂજ વનસ્પતિ કાળક્રમે ઓછી થતી ગઈ. વૃક્ષોનું વધારે પડતું છેદન અને પશુઓના ખુલ્લામાં થતી ચરિયાણથી આંબા ગામનું વન જાણે કે ઈતિહાસ બની જવાના આરે આવીને ઊભું હતું.

વન વ્યવસ્થા મંડળીની રચના

વન વ્યવસ્થા મંડળીની રચના

આવી વિકટ પરિસ્થાતિને ધ્યાતને લઈ વલસાડ વન વર્તુળ હેઠળ કાર્યરત વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા અંબા તલાટ ગામના વનને બચાવવા અનેકવિધ પ્રયત્નોર હાથ ધરવામાં આવ્યા. જે અંતર્ગત ગામની સહભાગી વન વ્યનવસ્થા મંડળીને સક્રિય કરી.

GECની આર્થિક સહાય

GECની આર્થિક સહાય

ગુજરાત ઈકોલોજી કમિશને અંબા તલાટ ગામના અનન્ય વનને પુનઃસ્થાપિત કરવા માટેની વલસાડ વન વર્તુળની દરખાસ્ત સ્વીકારી અને રૂપિયા 49.67 લાખની યોજનાને આ વિસ્તાળરના પરિસરને પુનઃસ્થાપિત કરવા મોડેલ પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપી હતી.

નર્સરીમાં રોપા ઉછેરાયા

નર્સરીમાં રોપા ઉછેરાયા

યોજનામાં આગોતરા કામો જેમકે મહુડા, કડાયા, કુસુમ, સીસમ વગેરે જેવા 62,500 રોપાઓની નર્સરી તૈયાર કરવી, ભેજ સંગ્રહ શક્તિ સંગ્રહવા માટે હીલટોપ ટેન્ક તૈયાર કરવાની કામગીરીને પ્રાધાન્યક આપવામાં આવ્યું . નર્સરીમાં ઉછરાયેલ રોપાઓનું વાવેતર કરવા આ વનમાં 46,900 ખાડાઓ, કટબેક, કન્ટુયરટેંચ તથા એક કિમીનું ફેન્સીંગ પણ કરવામાં આવ્યું.

આસ પાસના 150 ગામને સહભાગી બનાવાયા

આસ પાસના 150 ગામને સહભાગી બનાવાયા

ખાડાઓ તૈયાર કરવાથી લઈને વાવેતર સુધી દોઢ મહિનો ચાલેલી કઠીન કામગીરીમાં સહભાગી વન વ્યવસ્થા મંડળી દ્વારા અંબા તલાટ ગામ અને તેની આસપાસના ગામના 150 ગામલોકોને સાંકળવામાં આવ્યા હતા. ગામ સમુદાયોને તેના કારણે આજીવિકા પણ મળી રહી હતી. એન્ટ્રી પોઈન્ટા એક્ટીવીટી તરીકે આ વનની આસપાસના ખેડુતોની જમીનમાં ઉછેરવા માટે 20,000 આંબાની નુતન કલમોનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.

લોક જાગૃતિનું કામ કરાયું

લોક જાગૃતિનું કામ કરાયું

પ્લાન્ટેશનની કામગીરી બાદના એક વર્ષના સમયગાળામાં લોકોની જાગૃતતા, વન વિભાગનું નિયમિત નિરીક્ષણ અને કાળજીના કારણે છોડોનો સારો વિકાસ થયેલો જોવા મળે છે. તદઉપરાંત પશુઓના ચરિયાણના કારણે થતું નુકશાન પણ અટક્યું છે. ટેકરીઓ ઉપર બનાવેલ પાણી સંગ્રહની નાની તલાવડીઓના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ પણ ચોમાસા બાદ પણ લાંબા સમય સુધી રહે છે જેને કારણે છોડોને જરૂરી પોષણ મળી રહે છે. લોકોમાં આવેલી જાગૃતતાના કારણે વનમાંથી માત્ર સૂકા લાકડા વીણવામાં આવે છે અને હવે લોકો વનને વધુ માન આપતા થયા છે.

English summary
Gujarat's Amba Talat village shared experience; 'Think Green, Live Green' is possible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more