Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના કોંગ્રેસી સાંસદ મુકેશ ગઢવીનું નિધન

mukesh gadhavi
અમદાવાદ, 1 માર્ચ: ગુજરાતના બનાસકાંઠાથી કોંગ્રેસી સાંસદ મુકેશ ગઢવીનું ગઇ કાલે રાત્રે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુકેશ ગઢવી છેલ્લા 15 દિવસથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોઇ સંબંધીના પ્રસંગમાં હાજરી આપવામાં મુકેશ ગઢવી અમદાવાદ ખાતે આવ્યા હતા. પ્રસંગમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમને બ્રેઇનશોક આવ્યો હતો. જેના પગલે તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન ગુરુવારની મોડી રાત્રે નિધન થયું હતું.

આજે સવારે તેમના પાર્થિવ શરીરને બનાસકાંઠા લઇ જવાયો છે. જ્યાં લોકદર્શન માટે તેને રાખવામાં આવશે. ત્યારબાદ પાલનપુર નજીક આવેલા તેમના ગામ સાંબરડા ખાતે તેમના મૃતદેહને લઇ જવાશે અને ત્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાજસ્થાનમાં જન્મેલા મુળ બનાસકાંઠાના સાંબરડાના મુકેશ ગડવીએ પોતાની રાજકીય કારકિર્દી કોલેજકાળ દરમિયાન એનએસયુઆઇના પ્રમુખ બનીને કરી હતી. ગુરુવારે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ સાઇટ્સ ફેસબુક પર મૂક્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X