For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું પુંસરી ગામ ભારતના 640 જિલ્લાઓનું રોલ મોડેલ!!!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જૂન : તમારી દ્રષ્ટિએ આદર્શ ગામ કેવું હોવું જોઇએ? હા, શહેર નહીં ગામ. આ ગામમાં આત્યાધુનિક વાઇ-પાઇ કનેક્ટિવિટી હોય, એરકન્ડિશનવાળી પ્રાથમિક શાળાઓ હોય, ચોખ્ખા ચણાંક અને પાકા રસ્તાઓ હોય, વીજળી પાણીની પુરતી સગવડ હોય અને આ બધું એનઆરઆઇ ગામવાળાઓ નહીં પણ સરકારના ખર્ચે થયું હોય એવું કહીએ તો?

આપના માન્યામાં નહીં આવે કે સરકારી ખર્ચે આવું ગામ તો તૈયાર થતું હશે? જી હા, પણ હકીકત એ જ છે કે આવું ગામ તૈયાર છે. આજનું નહીં છેલ્લા ઘણા વર્ષોથી એક ગામમાં આ સુવિધાઓ છે. આ ગામ ભારતના મેટ્રો સિટી પાસે નહીં પણ ગુજરાતના હિમ્મતનગરનું પુંસરી ગામ છે. અહીં છેલ્લા 8 વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો અમલ કરીને આધુનિક ગામ બનાવાયું છે.

મહત્વની બાબત એ છે કે ગુજરાતનું આ પુંસરી ગામ હવે દેશ માટે આદર્શ બની ગયું છે. આ કારણે દેશભરમાંથી સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લેવા અને અભ્યાસ કરવા આવી રહ્યા છે. ભારતમાં કુલ 7 લાખ ગામો અને 2.40 લાખ ગ્રામ પંચાયતો છે. કેન્દ્ર સરકાર પુંસરી ગામને રોલ મોડેલ બનાવીને દેશના 640 જિલ્લાઓમાં તેનું મોડેલ અમલીકરણ કરવા માંગે છે.

આપની જાણ ખાતર જણાવી દઇએ કે વર્ષ 2011માં પુંસરી ગામને રાષ્ટ્રીય અને રાજ્ય સરકારનો બેસ્ટ ગ્રામ પંચાયતનો પુરસ્કાર મળી ચૂક્યો છે. મજાની વાત એ છે કે આ ગામના સરપંચ હિમાંશું પટેલ માત્ર 29 વર્ષના છે. એક યુવાનના હાથમાં જો સંચાલન સોંપવામાં આવે તો કોઇ પણ ગામ કેવો વિકાસ પામી શકે તેનું જીવતું ઉદાહરણ પુંસરી ગામ બન્યું છે. રાજ્યસરકાર તરફથી આપવામાં આવેલા પુરસ્કાર સમયે સરપંચ હિમાંશુ પટેલના કાર્યોની ખુબ સરાહના કરવામાં આવી હતી. ગામનું મોડેલ રાજ્યના અન્ય ગામોમાં અમલી બનાવવાનું સૂચન પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

દેશના દરેક જિલ્લામાં પુંસરી જેવું એક આદર્શ ગામ હોય તેવી ઇચ્છા પીએમઓમાંથી વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે ગ્રામિણ વિકાસના એડિશનલ સેક્રેટરી એલ સી ગોયલ આગામી સોમવાર એટલે કે 30 જૂન, 2014ના રોજ પુંસરી ગામની મુલાકાત લેવાના છે અને જાણવાના છે કે આ ગામમાં ઇનફ્રાસ્ટ્રક્ચરની એવી કઇ કઇ બાબતો છે જેણે ગામને આદર્શ બનાવ્યું છે.

1

1

પુંસરી ગામ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. ગામમાં આશરે 6,000 લોકોની વસતી છે. તે આશરે 1,500 ઘરો ધરાવે છે.

2

2

ગ્રામ પંચાયતમાં પૂછપરછ માટે 864 ટોલ ફ્રી નંબર છે. જેની મદદથી ગામના વહીવટ સાથે સંકળાયેલી કોઇ પણ સમસ્યા અંગે ઘેર બેઠાં પંચાયતમાં વાત કરી શકાય છે.

3

3

ગામના પ્રત્યેક ફળિયામાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. ગામમાં કુલ 120 લાઉડ સ્પીકર છે જેની મદદથી ગ્રામ પંચાયત વિવિધ સરકારી યોજનાની માહિતી ઉપરાંત પાણી સંબંધિત માહિતી પહોંચાડે છે. લાઉડ સ્પીકર પણ સવાર સાંજ ભક્તિ ગીતો વગાડવામાં આવે છે. ગામના સરપંચ પોતાના મોબાઇલ ફોનથી આ સ્પીકરો ઉપર કોઈપણ જાહેરાત કરી શકે છે.

4

4

પુંસરી ગામ મિનરલ વોટર જ પીવે છે. માત્ર રૂપિયા 4માં 20 લીટર મિનરલ પાણીનો જગ પંચાયતની રિક્ષામાં ઘરે ઘરે પહોંચાડાય છે. ગામમાં કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર પીક અપની સુવિધા છે.

5

5

પુંસરી ગામમાં ગ્રામ પંચાયતની 'અટલ એક્સપ્રેસ' નામની બસ સેવા છે જે ગામના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડે છે. તેની ટિકીટ માત્ર 1 રૂપિયો છે. ઉપરાંત મહિલા અને બાળકો માટે આ બસમાં મુસાફરી નિ:શુલ્ક છે.

6

6

ગામમાં સિમેન્ટના પાકા રોડ છે. પર્યાવરણનું જતન કરવા માટે રસ્તાની બંને તરફ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે.

7

7

ગ્રામ પંચાયતની કચેરી સંપુર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ છે. ગામમાં મફત વાઇ - ફાઇ સુવિધા આપવામાં આવી છે. માત્ર રૂપિયા 10ના રજિસ્ટ્રેશન બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. મફત ઇન્ટરનેટની સુવિધા ગામના યુવાનોને નોકરીની જાહેરાત, એડમિશન વગેરેની કામગીરીમાં સરળતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

8

8

ગામની સરકારી પ્રાથમિક શાળામાં એરકન્ડિશન અને સીસીટીવી કેમેરા છે. અહીં બાળકોને સારું મધ્યાહન ભોજન આપવા ઉપરાંત દફ્તરથી લઇને પુસ્તકો ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે.

9

9

પુંસરીમાં વ્યક્તિના અંતિમ સંસ્કારની વ્યવસ્થા ગ્રામ પંચાયત કરે છે. આ ઉપરાંત ગામમાં અસ્થિ બેંક છે જેમાં વ્યક્તિઓના અસ્થિ એકત્ર કરી તેને પંચાયતના ખર્ચે હરિદ્વારમાં પધરાવાય છે.

English summary
Gujarat's village Punsari to be role model for 640 districts in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X