બાપુની સ્પષ્ટતા, શા માટે અનફોલો કર્યા રાહુલ ગાંધીને?

Subscribe to Oneindia News

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ રવિવારે વહેલી સવારથી ટ્વિટર પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને અનફોલો કરી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયું હતું. જેની સ્પષ્ટતા કરવા માટે શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. અનેક પ્રશ્નોની સ્પષ્ટતા કરતા બાપુએ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જવાનો નથી, કોંગ્રેસમાં જ છું.
ભરતસિંહની અધ્યક્ષતામાં ચૂંટણી લડીશું.

sakarsingh

આ સાથે જ તેમણે ટ્વિટર અંગે એ પણ સ્પષ્ટતા કરી કે, "મેં સોશિયલ મીડિયામાંથી તમામને અનફોલો કર્યા છે. હું કોંગ્રેસમાં જ એક્ટીવ છું અને સીએમની રેસની ખોટી માન્યતા છે. અમે ભરતસિંહની અધ્યક્ષતામાં ચૂંટણી લડીશું. ભાજપ સામે કોંગ્રેસનું સ્ટેન્ડ જ મારૂં સ્ટેન્ડ છે. મારા અને ભરતસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી." તેમણે આગળ કહ્યું કે, "કોંગ્રેસ ઉપર દબાણ નાંખવાની મારી આદત નથી. ચૂંટણી વખતે જ પૂછજો કે હું ચૂંટણી લડવાનો છું કે નહીં. મેં સોશિયલ મીડિયામાંથી માત્ર ભાજપ વિરુદ્ધ જ નહીં,

તમામ વિરુદ્ધની નેગેટિવિટી દૂર કરી છે."

મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર જાહેર કરવાની ના પાડી છે. આણંદમાં યોજાયેલ કારોબારીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, "આ મામલે શંકરસિંહ જોડે કોઈ વાત થઇ નથી. મીડિયાએ તેમને જ પૂછવું જોઈએ." આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, બાપુના મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએહાથ ઉંચા કરી લીધા છે.

બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમે કોઈને આમંત્રણ નથી આપ્યું. કોંગ્રેસના મિત્રો આવે તો આવકારવા તૈયાર છીએ. ડૂબતી કોંગ્રેસના નેતા અને કાર્યકરો ભાજપના વિકાસ રથમાં જોડાવા તૈયાર છે.

English summary
Gujarat : Shankarsinh vaghela unfollow rahul gandhi and congress leader on twitter.
Please Wait while comments are loading...